NEET UG 2026 પેપર લીક વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી Dharmendra Pradhanએ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી છે કે આગામી વર્ષથી NEET પરીક્ષા સંપૂર્ણપણે ઓનલાઈન (Computer-Based) લેવાશે. OMR શીટ સિસ્ટમને હવે દૂર કરવામાં આવશે.
આ નિર્ણય પેપર લીક જેવી ગેરરીતિઓને કાબૂમાં લેવા માટે લેવામાં આવ્યો છે, જેથી પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને સુરક્ષિત બની શકે.
Live | Addressing the Press Conference https://t.co/m1sFjoxiTH
— Dharmendra Pradhan (@dpradhanbjp) May 15, 2026
હવે NEET પરીક્ષા ઓનલાઈન : OMR સિસ્ટમ બંધ
શિક્ષણ મંત્રીના જણાવ્યા અનુસાર:
- આગામી વર્ષથી NEET UG સંપૂર્ણપણે Computer-Based Test (CBT) બનશે
- OMR શીટનો ઉપયોગ સંપૂર્ણ બંધ થશે
- તમામ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર પર પરીક્ષા આપવી ફરજિયાત રહેશે
- પરીક્ષા સુરક્ષા અને પારદર્શિતા વધુ મજબૂત બનશે
“દોષિતોને પાતાળમાંથી પણ શોધી કાઢીશું”
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કડક શબ્દોમાં જણાવ્યું કે પેપર લીક કાંડમાં સામેલ કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.
તેમણે કહ્યું કે સરકાર પરીક્ષા માફિયાઓ સામે લડી રહી છે અને “દોષિતોને પાતાળમાંથી પણ શોધી કાઢવામાં આવશે”.
આ કેસની તપાસ હાલમાં Central Bureau of Investigation (CBI) દ્વારા કરવામાં આવી રહી છે.
21 જૂને ફરી પરીક્ષા, 14 જૂને એડમિટ કાર્ડ
National Testing Agency (NTA) દ્વારા જાહેર કરાયેલા નવા શેડ્યૂલ મુજબ:
- નવી પરીક્ષા તારીખ: 21 જૂન 2026
- એડમિટ કાર્ડ: 14 જૂન સુધીમાં જારી થશે
- વિદ્યાર્થીઓને મળશે 15 મિનિટ વધારાનો સમય
- પોતાની પસંદગીના શહેરમાં પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાની સુવિધા
સરકાર દ્વારા વિદ્યાર્થીઓ પર કોઈ વધારાનો આર્થિક બોજ ન પડે તેની ખાતરી આપવામાં આવી છે.
પેપર લીક બાદ લીધો મોટો નિર્ણય
શિક્ષણ મંત્રીએ સ્વીકાર્યું કે પરીક્ષા રદ કરવાનો નિર્ણય મુશ્કેલ હતો, પરંતુ લાખો વિદ્યાર્થીઓના હિત માટે જરૂરી હતો.
તપાસમાં બહાર આવ્યું હતું કે “ગેસ પેપર”ના નામે મૂળ પ્રશ્નપત્રના સવાલો પહેલેથી જ વાયરલ થઈ ગયા હતા.
સરકાર હવે NTAમાં “Zero Error System” લાગુ કરવાની દિશામાં આગળ વધી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel