Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

વડતાલ પીઆઈને એક માથાભારે ઈસમે આપઘાત કરી મરી જઈશની ધમકી આપી

વડતાલ પીઆઈને એક માથાભારે ઈસમે આપઘાત કરી મરી જઈશની ધમકી આપી

વડતાલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એસ.બરંડા ને વોટ્સ અપ પર ગામના એક માથભારે ઈસમે પોતાની ધરપકડ અટકાવવા ‘તારા ડરથી હું આપઘાત કરીશ અને જવાબદારી તારી રહેશે’, તેવી ધમકી આપતા પીઆઈએ આ અંગે વડતાલ પોલીસ મથકે માથાભારે ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદના વડતાલ ગામના રબારી વાડમાં રહેતા માથાભારે શખ્સ મહેશ રાજા /રબારી (રહે.રબારીવાડો વડતાલ,તા. નડિયાદ) અને તેના વિરુદ્ધમાં ખેડા, અમદાવાદ રૂલર, આણંદ અને નડિયાદની કોર્ટમાં અલગ અલગ કેસો ચાલે છે. જે કેસ ના અલગ-અલગ કોર્ટમાંથી વોરંટ બજવણી માટે વડતાલ પોલીસ સ્ટેશનમાં આવે છે પણ આ વોરંટ બીન બજવણી થી પરત જાય છે ઉપરાંત આ માથાભારે ઈસમ મહેશ રબારીના ચેક બાઉન્સ થવાના પોલીસ મથકમાં આવતા વોરંટ પણ બિન બજવણીથી પરત ફરે છે સાથે આ માથાભારે ઈસમ મહેશ રબારી સામે છેતરપિંડીની ફરિયાદોની પણ બૂમો ઉઠવા પામી છે દરમિયાન વડતાલ પોલીસ દ્વારા આ માથાભારે ઈસમ મહેશ રબારી ફરતે ગાળિયો કસવાની તજવીજ હાથ ધરી હતી.

જેના પગલે આ માથાભારે મહેશ રબારીએ પોતાની ધરપકડ પોલીસ કરે નહીં તે માટે પોલીસ ઉપર દબાણ લાવવા માટે કાવતરું પડી પોતાના મોબાઈલ પરથી વડતાલ પી આઈ પી એસ બરંડા ના મોબાઈલના વોટસ અપ પર મહેશ રબારી તારા ડરથી હું આપઘાત કરીશ, જવાબદારી તારી રહેશે’, તેવી ધમકી આપતો મેસેજ મોકલ્યો હતો જે મેસેજ વડતાલ પી આઈ એ જોયો હતો.

દરમિયાન વડતાલ પોલીસે આ અંગે પીઆઈ પીએસ બરંડાની કરિયાદના આધારે માથાભારે ઇસમ મહેશ રબારી વિરુદ્ધ બીએનએસની કલમ ૨૨૯ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.