ભારતના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ નાની ઉંમરે જ અસાધારણ પ્રતિભા દર્શાવી દેશભરમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. માત્ર 14 વર્ષની ઉંમરે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવનાર વૈભવને ભારત સરકાર દ્વારા આપવામાં આવતા દેશના સર્વોચ્ચ બાળ સન્માન ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’થી નવાજવામાં આવ્યો છે. શુક્રવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બિહારના આ હોનહાર બેટરને પોતાના હસ્તે એવોર્ડ એનાયત કરી તેના રમતગમત ક્ષેત્રે આપેલા નોંધપાત્ર યોગદાનને માન્યતા આપી હતી.
વૈભવ સૂર્યવંશીએ તાજેતરમાં વિજય હજારે ટ્રોફીની પહેલી મેચમાં શાનદાર 190 રનની ઈનિંગ રમીને સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે, શુક્રવારે બિહારની ટીમ તેની બીજી મેચ રમતી હતી ત્યારે વૈભવ રાષ્ટ્રપતિના હસ્તે આ પ્રતિષ્ઠિત સન્માન સ્વીકારવા માટે દિલ્હીમાં હાજર રહ્યો હતો. સમારોહ દરમિયાન તેનું નામ જાહેર થતાં જ આખું વિજ્ઞાન ભવન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. આ ગૌરવપૂર્ણ ક્ષણને વૈભવના મોટા ભાઈ ઉજ્જવલ સૂર્યવંશીએ સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું હતું કે, “આ અમારા પરિવાર માટે અત્યંત ગર્વની ક્ષણ છે. દેશના રાષ્ટ્રપતિના હસ્તે વૈભવને બાળ પુરસ્કાર મળ્યો છે અને તેમણે ખુદ વૈભવના વખાણ કર્યા છે.”
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel