રાજ્યમાં ૨૬ લોકસભા સીટ છે જેમાંની સીટ નંબર ૧૫ એટલે કે ભાવનગર બોટાદ સીટ ભાજપ નો ગઢ મનાતી સીટ છે , સાથે સાથે બે દાયકા થી વધુ વર્ષના સમય ગાળા દરમિયાન પહેલી ત્રણ ટર્મ માટે રાજેન્દ્રસિંહ રાણા સાસંદ રહ્યા અને ત્યાર બાદ ૨૦૧૫ થી ૨૦૧૯ અને ૨૦૧૯ થી અત્યાર સુધી ડો.ભારતીબેન ધીરુભાઈ શિયાળ છે .
૨૦૧૫ પેહલા કેન્દ્રમાં UPA સરકારને કારણે ભાવનગરમાં વિકાસના કામો મહદ અંશે જ થયેલા હતા પરંતુ કેન્દ્રમાં ભાજપ સરકારથી ભાવનગરમાં સુવિધાઓ વધી છે .
સાંસદ ડો.ભારતીબેન શિયાળનું રાજનૈતિક શરૂઆત…
૧૯૮૫માં કોંગ્રેસનું ગામડે ગામડે દબદબો હતો ત્યારે જિલ્લા પંચાયત ની ત્રાપજ સીટ ઉપર થી કોંગ્રેસના જસુભા સામે ભારતીબેન ચૂંટણી લડ્યા હતા અને ચૂંટણી જીત્યા હતા , તે સમયે ગામડા સ્તરે શિક્ષિત સ્ત્રીઓ રાજકારણમાં ભાગ્યે જ જોવા મળતી હતી અને ચૂંટણી જીતીને ડો.ભારતીબેને નવો ચીલો ચીતર્યો હતો .
રાજકારણમાં પ્રથમ જીત બાદ ભારતીબેન ભાજપમાં એક પછી એક પક્ષ દ્વારા સોંપવામાં આવેલ જવાબદારીઓ સારી રીતે નિભાવતા ગયા .
૨૦૧૪માં ભાવનગર સાંસદ બન્યા ડો.ભારતીબેન શિયાળ
૨૦૧૪માં ભાવનગર બોટાદ સીટ પરથી પ્રથમવાર ચૂંટણી લડ્યા હતા અને જંગી બહુમતી થી જીત હાંસલ કરી હતી .પોતાના સંસદીય ક્ષેત્રને દેશ અને વિશ્વની સાથે ઉભા રેહવા માટે ભાવનગર ને કનેક્ટિવિટી નું કામ હાથ ધરવામાં આવ્યું .
છેવાડા ના ગામ તરીકે ઓળખાતું ભાવનગરને રોડ અને રેલ્વે સાથે જોડવાનું કામ પુર જોશમાં હાથ ધર્યું જેના ફળ સ્વરૂપ ભાવનગરનુ દેશના અન્ય રાજ્યો સાથે રેલ્વે દ્વારા જોડાણ થયુ .
ભારતીબેન ના કાર્યકાળ દરમિયાન નવું ટ્રેન ની જો વાત કરીએ તો ૧૪ જેટલી નવી ટ્રેન ભારતીબેન એ ભાવનગર અને બોટાદ ને આપી છે જેમાં લાંબા અંતર ની વાત કરીએ તો ભાવનગર – કાકીનાડા , ભાવનગર- ઉધમપુર , ભાવનગર હરિદ્વાર , તેમજ વેરાવળ બનારસ જેનો રૂટ ફેરવી ધોળા જંક્શન સુધી લેવામાં આવી હતી તેમજ ભાવનગર ડાયમંડ હબ ના કારણે મહુવા સુરત ટ્રેન ભારતીબેન ના પ્રયાસો દ્વારા ચાલુ કરવામાં આવી છે .
ફક્ત રેલ્વે જ નહી પરંતુ એર કનેક્ટિવિટી ની જો વાત કરવામાં આવે તો ભાવનગર એરપોર્ટ મુંબઈ માટે ની ફ્લાઈટ જ હતી અને તે પણ અનિયમિત , સાસંદ ના પ્રયત્નો દ્વારા મુંબઈ ફલાઇટ ને નિયમત કરાઈ અને દિલ્લી માટે ની એક ફલાઇટ વધારવામાં આવી હતી , ભાવનગર સુરત માટે ની ફ્લાઈટ પણ ભાવનગર થી ચાલુ કરવામાં આવી હતી .
રોડ ની વાત કરીએ તો ભાવનગર-સોમનાથ કોસ્ટલ હાઇ-વે બનાવામાં આવ્યો હતો .
૨૦૧૪-૧૯ સુધી ના કાર્યકાળ દરમિયાન ભાવનગર માટે પાયા ની જરૂરિયાત ગણાતા કનેક્ટિવિટી ના પ્રશ્ન ને ભારતીબેન દ્વારા હાથ ધરાયા હતા અને સફળતા મળી હતી . તેમજ ધોલેરા પાસે ની જમીન ને ગ્રીન ને ગ્રીન ઝોન માં મુકવામાં આવી હતી જેને કારણે નવા ઉદ્યોગ કે આયમો આવી શકે નહિ પરંતુ બેન ના કાર્યકાળ દરમિયાન ગ્રીન ઝોન માંથી આ જમીન મુક્ત કરવી હતી જેને કારણે આગામી દિવસોમાં કેમિકલ ફેકટરી , ખાતર માટે ફેકટરી આવી શકશે જેને કારણે શહેર તેમજ આસપાસ ના ગામો નો વિકાસ થશે .
૨૦૧૯ નો કાર્યકાળ પૂરો થતાં ભાજપે નિર્વીવાદિત સાસંદ ભારતીબેન ને ફરી ભાવનગર બોટાદ સીટ પર થી ટિકિટ આપી હતી અને ૩ લાખ થી વધુ ના માર્જીન સાથે ડો.ભારતીબેન શિયાળ એ જીત હાંસલ કરી હતી .
૨૦૧૯ થી ૨૦૨૪ સુધી ની વિકાસ યાત્રા…..
ભાવનગર જિલ્લા ની વિકાસ યાત્રાને ફરી આગળ ધપાવતા વિકાસ ના કામો સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે બેન નું મોટું યોગદાન રહ્યું છે .
ભાવનગર માં કેન્દ્ર સરકાર ની કેન્દ્રીય વિદ્યાલય શાળા આવેલ છે , રેલ્વે ની જમીનમાં આ શાળા આવેલ છે જેને કારણે રેલ્વે અને શિક્ષણ મંત્રાલય વચ્ચે માં વિવાદમાં શાળા ખંડર હાલતમાં આવી ચૂકી હતી .
સાંસદ ભારતીબેન દ્વારા મધ્યસ્થી કરવામાં એવી અને શાળા ને નવી જગ્યા ફાળવવામાં આપી અને શાળાને અદ્યતન બનાવામાં આવી હતી , સમયાંતરે ફરી એક સમસ્ય આવી શાળામાં ધોરણ ૧૦ સુધીના જ વર્ગો હતો હાયર સેકન્ડરી માટે ફરી ભારતીબેન ના પ્રયાસો દ્વારા ધોરણ ૧૧ અને ૧૨ ની પરમિશન અપાઈ હતી સાથે સાથે વિજ્ઞાન પ્રવાહ માટે લેબોરેટરી પણ આપવામાં આવી હતી .
જિલ્લાની માત્ર એક જવાહર નવોદય વીદ્યાલયમાંથી કેન્દ્ર સરકાર ની મંજુરી દ્વારા બોટાદ માં ૧૦૦ કરોડ ના ખર્ચે બીજી જવાહર નવોદય વીદ્યાલય બોટાદમાં બનાવામાં આવી જેનો શ્રેય ભારતીબેન ને જાય છે .
ભાવનગર જિલ્લા ની એક માત્ર આયુર્વેદિક કોલેજ ૨૦૧૨માં પ્રોફેસર અને અન્ય સુવિધાઓના અભાવે બંધ થવા ના આરે હતી , એક આયુર્વેદિક સ્નાતક હોવાના કારણે અને પોતના સંસદીય ક્ષેત્ર ની એક માત્ર આયરવેદિક કોલેજ ને કારણે અંગત રસ લઈ સ્ટાફ , પ્રોફેસર અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી , સાથે સાથે ૩૦ સીટ ની કોલેજને ડબલ સીટ એટલે કે ૬૦ સીટ ની આયુષ મંત્રાલયમાં થી મંજૂરી લાવી આપી હતી .
લોકસભા સીટ ૧૫ માટે ૧૦ વર્ષ ના કાર્યકાળ દરમિયાન ભાવનગર બોટાદ ને કેન્દ્ર લેવલ ની અઢળક સુવિધાઓ ડો.ભારતીબેન શિયાળ ના પ્રયાસો દ્વારા મળવામાં આવી છે .
૨૦૨૪ માં ટિકિટ મળશે તો??
ભારતીબેન સાથે વાત કરતા જણાવ્યું કે ફરી પક્ષ મને યોગ્ય ગણાશે અને ટિકિટ આપશે તો હું મારા ક્ષેત્રમાં , રેલ્વે ના ઓવર બ્રિજ , CNG ટર્મિનલ ની યોજના ને વધુ ગતિ આપીશ , સિહોર બાયપાસ , ભાવનગર એરપોર્ટ ને અદ્યતન બનાવા માટે ના પ્રયાસો રહશે .
ભાવનગર પાસે આવેલ સરતાનપર ગામમાં મીની પોર્ટ માટે ની પ્રયાસો કરવામાં આવશે તેમજ મીઠીવીરડી ગામે પણ મીની પોર્ટ ની સુવિધા મળી શકે છે.હાલમાં સરતાનપર ગામમાં રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યા છે .
આગામી દિવસોમાં જોવાની રહ્યું ભાજપ કોને ટિકિટ આપી છે અને આગામી દિવસો માં જો ભારતીબેન ને રીપિટ થીયરી ના ભાગ રૂપે ચૂંટણી લડાવે તો ભારતીબેન ફરી ભાવનગર ના વિકાસ માટે કેટલું યોગ્ય કરી શકે છે તે સમય બતાવશે .