દિગ્ગજ બેન્કર ઉદય કોટકે પ્રાઈવેટ સેક્ટરની કોટક મહિન્દ્રા બેન્કના મેનેજિંગ ડિરેક્ટર તથા CEO પદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે. બેન્કે કહ્યું કે ઉદય કોટક 31 ડિસેમ્બર, 2023ના રોજ નિવૃત્ત થવાના હતા. તે પહેલાં જ તેમણે રાજીનામું આપી દીધું છે.
My letter is attached pic.twitter.com/vcSIEcvy2r
— Uday Kotak (@udaykotak) September 2, 2023
બેન્કના બોર્ડને લખ્યો પત્ર
ઉદય કોટકે બેન્કના બોર્ડને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે મારી પાસે હજુ અમુક મહિના બાકી છે પરંતુ હું તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું. મેં મારો નિર્ણય વિચારીને લીધો છે અને મારું માનવું છે કે આ કોટક મહિન્દ્રા બેન્ક માટે સારું રહેશે.
ક્યારે કરી હતી શરૂઆત?
ઉલ્લેખનીય છે કે ઉદય કોટકે મહિન્દ્રા બેન્કની 1985માં નોન બેન્કિંગ ફાયનાન્શ કંપની તરીકે શરૂઆત કરી હતી. તે 2003માં એક ફુલ કોમર્શિયલ બેન્ક તરીકેનો લાયસન્સ મળ્યા બાદથી જ બેન્કનું નેતૃત્વ કરી રહ્યા હતા.