Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 32°C

સામ બહાદુરમાં વિક્કી કૌશલની એક્ટિંગે જીત્યા ચાહકોના દિલ, લોકોએ કહ્યુ- ‘બ્લોકબસ્ટર છે ફિલ્મ’

સામ બહાદુરમાં વિક્કી કૌશલની એક્ટિંગે જીત્યા ચાહકોના દિલ, લોકોએ કહ્યુ- ‘બ્લોકબસ્ટર છે ફિલ્મ’

વિક્કી કૌશલ બોલીવુડના મોસ્ટ અવેટેડ ટેલેન્ટેડ એક્ટર્સ પૈકીના એક છે. હાલ એક્ટર પોતાની લેટેસ્ટ રિલીઝ ફિલ્મ સામ બહાદુરથી ચર્ચામાં છે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મ આજે થિયેટર્સમાં રણબીર કપૂરની એનિમલ સાથે રિલીઝ થઈ છે. એનિમલને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે તો સામ બહાદુરના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. સામ બહાદુરમાં વિક્કી કૌશલની એક્ટિંગે ચાહકોનું મન સ્પર્શી લીધુ છે. ફિલ્મનો રિવ્યૂ પણ હવે લોકોએ સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધો છે.

સામ બહાદુરના સોશિયલ મીડિયા પર લોકોએ કર્યા વખાણ

સામ બહાદુર થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે. મેઘના ગુલઝારના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મને ઓડિયન્સ પાસેથી પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર ફિલ્મના વખાણ કરી રહ્યા છે અને આને બ્લોકબસ્ટર પણ ગણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યુ, ખૂબ સરસ, વિક્કી કૌશલની આ ફિલ્મ એક મોટી બ્લોકબસ્ટર થવાની છે. એક અન્ય ચાહકે લખ્યુ, વિક્કી કૌશલે સામ બહાદુરની સાથે એવોર્ડ વિનિંગ પરફોર્મન્સ આપ્યુ છે.

ઉલ્લેખનીય છે કે મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત, સામ બહાદુર 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત ફિલ્મ છે જ્યાં સામ માણેકશોએ ભારતીય સેનાનું નેતૃત્વ કર્યુ હતુ. જે બાદ એક નવા રાષ્ટ્ર બાંગ્લાદેશનો જન્મ થયો હતો. ફિલ્મમાં વિક્કી કૌશલ સિવાય સાન્યા મલ્હોત્રા, ફાતિમા સના શેખ, ગોવિંદ નામદેવ, મોહમ્મદ જીશાન અય્યૂબ અને નીરજ કાબીએ મહત્વના રોલ પ્લે કર્યા છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.