Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 22°C

વિક્કી કૌશલની ફિલ્મ સૈમ બહાદુરનું ટીઝર રિલીઝ.

વિક્કી કૌશલની ફિલ્મ સૈમ બહાદુરનું ટીઝર રિલીઝ.

બોલિવુડમાં બાયોપિક ફિલ્મ બનાવવાનો સિલસિલો ચાલું છે. અનેક સારી બાયોપિક ફિલ્મોને સારી એવી સફળતા પણ મળી રહી છે. હવે દેશના પહેલા ફીલ્ડ માર્શલ સૈમ માનેકશો પર ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મનું ટાઈટલ સૈમ બહાદુર  રાખવામાં આવ્યું છે. ફિલ્મમાં સૈમ માણેક્શોનું પાત્ર વિક્કી કૌશલ નિભાવી રહ્યો છે. અભિનેતા છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના અભિનયથી ચાહકોને ઈમ્પ્રેસ કર્યા છે અને તે ડાયરેક્ટર્સની પહેલી પસંદ બની રહ્યો છે. હવે અભિનેતાની ફિલ્મ સૈમ બહાદુરનું શાનદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે

ફિલ્મના ટીઝરમાં વિક્કી કૌશલનો લુક દમદાર લાગી રહ્યો છે. ટીઝરમાં તેની એક્ટિંગ અને ડાયલોગ ડિલિવરી પણ સારી જોવા મળી રહી છે. ટીઝરમાં સાન્ય મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પણ જોવા મળી રહી છે. ફાતિમા સના શેખ ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળી રહી છે. તેનો લુક પણ સુપર છે. તેના પર સારો લાગી રહ્યો છે.ટીઝરમાં વિક્કી કૌશલના અનેક દમદાર ડાયલોગ પણ જોવા મળી રહ્યા છે.

વિક્કી કૌશલના ડાયલોગે જીત્યું ચાહકોનું દિલ

ટીઝરની શરુઆતમાં વિક્કી કહે છે. એક સોલ્જર માટે તેનો જીવથી વધારે મહત્વનો છે. એક સોલ્જર પોતાની વર્દી માટે જીવ પણ આપી શકે છે. આ ટીઝર ચાહકોને ખુબ પસંદ આવી રહ્યું છે. લોકો ફિલ્મ માટે ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે.

ફિલ્મનું કોણે નિર્દેશન કર્યું.

તમને જણાવી દઈએ છેલ્લી વખત વિક્કી કૌશલ ફિલ્મ ધ ગ્રેટ ઈન્ડિયન પરિવારમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મની વધુ ચર્ચા જોવા મળી ન હતી અને ફિલ્મ કાંઈ ખાસ કરી શકી ન હતી. આ પહેલા તેની ફિલ્મ ઝરા હટકે ઝરા બચકે રિલીઝ થઈ હતી. જેમાં તે સારા અલી ખાન સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મે ભારતમાં 104 કરોડની કમાણી અને દુનિયાભરમાં આ ફિલ્મનું ક્લેક્શન 114 કરોડ રહ્યું હતુ.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.