બોલીવૂડની બિન્દાસ એકટ્રેસ વિદ્યા બાલન ફિલ્મ ‘મિશન મંગલ’ બાદ હવે ફિલ્મ ‘નિયત’ સાથે મોટા પડદા પર કમબેક કરવા માટે તૈયાર છે. પ્રાઇમ વિડિયો અને વિક્રમ મલ્હોત્રા દ્વારા નિર્મિત, અભિનેત્રી તેની શકુંતલા દેવી નિર્દેશિત અનુ મેનન સાથે આ ફિલ્મ માટે સહયોગ કરતી જોવા મળશે. અભિનેત્રીએ તાજેતરમાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું, જેને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે.
A world of mysteries and motives will be revealed.
Stay tuned…#Neeyat releases on 7th July, only in theatres. @anumenon1805 @Abundantia_Ent @vikramix @PrimeVideoIN @PenMovies@RamKapoor @RahulBose1 @NeerajKabi1 @shahanagoswami #AmritaPuri @Dipannitasharma #NikiWalia pic.twitter.com/RyXPx3KX0V
— vidya balan (@vidya_balan) June 21, 2023
વિદ્યાએ તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ નિયતનું પોસ્ટર અને ટીઝર શેર કર્યું છે. વિદ્યાએ ફર્સ્ટ લૂક સાથે કેપ્શનમાં લખ્યું કે- “મીરા રાવને મળો. ક્લાસિક મર્ડર મિસ્ટ્રીની નોટ સો ક્લાસિક ડિટેક્ટીવ.” આ ફિલ્મનું ટ્રેલર આવતીકાલે રિલીઝ થશે.
ચાર વર્ષથી વિદ્યાની કોઈ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ નથી. થિયેટરમાં તેમની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ જગન શક્તિની ફિલ્મ ‘મિશન મંગલ’ વર્ષ 2019માં હતી. જોકે તે મલ્ટી સ્ટારર ફિલ્મ હતી. સિનેમાઘરોમાં રિલીઝ થયેલી તેની સોલો છેલ્લી ફિલ્મ ‘તુમ્હારી સુલુ’ છે. આ ફિલ્મ વર્ષ 2017માં આવી હતી.