ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રની ધરતી પર પગ મૂક્યો છે. 23 ઓગસ્ટે સાંજે 6.4 કલાકે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્ર પર ઉતર્યા બાદ તેનું કામ શરૂ કરી દીધું છે. ચંદ્રયાન-3એ ચંદ્ર પર પહોંચ્યા બાદ ચંદ્રની પ્રથમ તસવીર મોકલી છે. આ તસવીરો જોઈને ખબર પડે છે કે ચંદ્રના (MOON) દક્ષિણ ધ્રુવમાં ઘણા મોટા ખાડાઓ છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.
Chandrayaan-3 Mission:
Updates:
The communication link is established between the Ch-3 Lander and MOX-ISTRAC, Bengaluru.
Here are the images from the Lander Horizontal Velocity Camera taken during the descent. #Chandrayaan_3#Ch3 pic.twitter.com/ctjpxZmbom
— ISRO (@isro) August 23, 2023
તમને જણાવી દઈએ કે આજે સાંજે ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પગ મૂક્યો છે અને અવકાશ ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચ્યો છે. આ સમયે, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન ચંદ્ર પર ઉતર્યા છે અને ચંદ્રની રહસ્યમય દુનિયા વિશે માહિતી એકત્રિત કરી રહ્યા છે.
Chandrayaan-3 Mission:
Updates:
The communication link is established between the Ch-3 Lander and MOX-ISTRAC, Bengaluru.
Here are the images from the Lander Horizontal Velocity Camera taken during the descent. #Chandrayaan_3#Ch3 pic.twitter.com/ctjpxZmbom
— ISRO (@isro) August 23, 2023
ચંદ્રયાન 3 મિશનનો ઉદ્દેશ શું ?
- ચંદ્રના વાતાવરણમાં થતા તાપમાનના ફેરફાર નોંધવા.
- ચંદ્રની સપાટી ઉપર સોલાર પવનોની અસર નોંધવી.
- ચંદ્રની સપાટી પર પાણીની શક્યતા, ખનીજોની ઉપલબ્ધતાની તપાસ કરશે.
- ચંદ્ર પર બરફનું પ્રમાણ અને ભૂકંપની શક્યતાઓ અને ભવિષ્યના મિશન માટેની યોજનાઓ સાકાર કરવાની શક્યતા તપાસશે.
Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3
— ISRO (@isro) August 23, 2023
ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્ર પર ઉતરતાની સાથે જ સંદેશ મોકલ્યો છે. તેણે કહ્યું કે હું ભારતમાં મારા મુકામ પર પહોંચી ગયો છું અને તમે પણ. ઈસરોએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. બુધવારે અવકાશ ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચતા, ISROએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનથી સજ્જ LMનું સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળતા મેળવી.