Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 29°C

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને લાગ્યો મોટો ઝટકો, વિનેશ ફોગાટ ડિસ્ક્વોલિફાઈ થઈ

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને લાગ્યો મોટો ઝટકો, વિનેશ ફોગાટ ડિસ્ક્વોલિફાઈ થઈ

વિનેશ ફોગાટે 2016માં રિયો ડી જાનેરોમાં ઓલિમ્પિકમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ ઈજાને કારણે તેને પહેલી જ મેચમાંથી બહાર થવું પડ્યું હતું. આ પછી, ટોક્યો ઓલિમ્પિકમાં સેમિફાઇનલ પહેલા જ તેનો પરાજય થયો હતો. હવે, પેરિસમાં અજાયબીઓ કરીને, તે ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનારી ભારતની પ્રથમ મહિલા કુસ્તીબાજ બની હતી. પરંતુ વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર થઈ છે.નિયમો અનુસાર, કોઈપણ કુસ્તીબાજને કોઈપણ કેટેગરીમાં માત્ર 100 ગ્રામથી વધુ વજનની છુટ આપવામાં આવે છે, પરંતુ વિનેશનું વજન આનાથી વધુ હતું.

વિનેશ ફોગટને લાગ્યો મોટો ઝટકો

ભારતીય ઓલિમ્પિક સંઘે પણ વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવાની પુષ્ટિ કરી છે. IOAએ નિવેદનમાં કહ્યું કે વિનેશ ફોગાટને 50 કિ.ગ્રા. કામને કુસ્તી મેચમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી છે. વિનેશ ફોગટનું વજન નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું હતું. વિનેશની ગેરલાયકાત બાદ હવે 50 કિ.ગ્રા. કેટેગરીમાં કોઈ કુસ્તીબાજને સિલ્વર મેડલ નહીં મળે. હવે અમેરિકન રેસલરને આ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મળશે.

ભારતે ‘ગોલ્ડ મેડલ’ ગુમાવ્યો

વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઈ થઈ છે. ભારતના ઓલિમ્પિક અભિયાનને મોટો ફટકો પડ્યો છે. આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હતું.

વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી કારણ કે તેણીનું વજન મહિલાઓની 50 કિગ્રા સ્પર્ધાની ફાઈનલ પહેલા વધુ હતું. વિનેશે મંગળવારે રાત્રે આ ઈવેન્ટમાં જીતનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બનીને ઈતિહાસ રચ્યો હતો. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આજે સવારે તેનું વજન વધારે હોવાનું જણાયું હતું. નિયમો આને મંજૂરી આપાતી નથી અને તેને ગેરલાયક ઠેરવવામાં આવી છે.

વિનેશ ફોગટનું વજન 2 કિલો વધુ હતું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંગળવારે રાત્રે વિનેશ ફોગાટનું વજન નિર્ધારિત મર્યાદા કરતા 2 કિલો વધુ હતું. વજન ઘટાડવા માટે તે આખી રાત ઊંઘી ન હતી અને જોગિંગ, સ્કિપિંગ અને સાયકલ ચલાવતી હતી. જોકે તેમ છતાં તેનું વજન 100 ગ્રામ વધુ રહ્યું. ભારતીય કુસ્તી ટીમે વિનેશ પાસે વજન ઘટાડવા માટે થોડો સમય માંગ્યો હતો પરંતુ તેમની વાત સાંભળવામાં આવી ન હતી.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.