Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 31°C

વિનેશ ફોગાટે કુસ્તીમાં સેમીફાઈનલમાં જગ્યા બનાવી, હવે મેડલથી માત્ર એક જીત દૂર

વિનેશ ફોગાટે કુસ્તીમાં સેમીફાઈનલમાં જગ્યા બનાવી, હવે મેડલથી માત્ર એક જીત દૂર

વિનેશ ફોગટ 50 કિ.ગ્રા. કુસ્તીની મેચમાં શાનદાર જીત હાંસલ કરીને વિશ્વને ચોંકાવી દીધું. વિનેશે બેક ટુ બેક બે મુકાબલામાં શાનદાર પ્રદર્શન કરી જીત હાંસલ કરી હતી અને હવે તે સેમીફાઈનલમાં ક્વોલિફાય કરી ચુકી છે. જેનો અર્થ એ છે કે હવે વિનેશ મેડલથી માત્ર એક જીત દૂર છે.

પ્રી-ક્વાર્ટર ફાઈનલ પૂર્વ ચેમ્પિયનને હરાવી

વિનેશ ફોગટે પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં રોમાંચક રીતે જાપાનની કુસ્તીબાજ યુઈ સુસાકીને 3-2થી હરાવી હતી, આ સાથે તે હવે ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ હતી. વિનેશની આ જીત ઘણી મોટી હતી, કારણ કે તેણે ઓલિમ્પિક ચેમ્પિયન અને જાપાનની નંબર 1 ખેલાડીને હરાવી હતી. આટલું જ નહીં, યૂઈ સુસાકીએ તેની કારકિર્દીમાં આજ સુધી એકપણ આંતરરાષ્ટ્રીય મેચ હારી ન હતી. એવામાં આ જીતથી વિનેશ ફોગટનું મનોબળ વધ્યું હતું.

ક્વાર્ટર ફાઈનલમાં 7-5 થી જીત મેળવી

પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવ્યા બાદ વિનેશે ક્વાર્ટર ફાઈનલમાં યુક્રેનની ઓક્સાના લિવાચનો સામનો કર્યો હતો. તેણે શરૂઆતમાં જ તેની ચાલ સાથે 2-0ની લીડ મેળવી હતી. ત્યારપછી 3 મિનિટનો પહેલો ભાગ પૂરો થતાં વિનેશે 4-0ની સરસાઈ મેળવી લીધી હતી. આ પછી વિનેશે યુક્રેનિયન બોક્સર સામે સતત દબાણ જાળવી રાખ્યું અને મેચ 7-5 થી જીતી અને મજબૂત રીતે સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી.

મંગળવારે સેમીફાઈનલ મુકાબલો

વિનેશ ફોગટ હવે ઓલિમ્પિક મેડલથી માત્ર એક જીત જ દૂર છે. હવે સેમીફાઈનલમાં વિનેશ ફોગાટનો મુકાબલો ક્યુબાની ગુઝમેન લોપેઝ સામે થશે. ગુઝમેન લોપેઝે તેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં લિથુનિયન કુસ્તીબાજને ટેકનિકલ શ્રેષ્ઠતા (10-0) દ્વારા હરાવી હતી. મંગળવારે 6 ઓગસ્ટે રાત્રે 10.25 કલાકે વિનેશ ફોગટનો સેમીફાઈનલ મુકાબલો થશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.