પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં હિંસાનો દોર યથાવત્ છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી એન.બિરેન સિંહના રાજીનામાની ચર્ચાઓ સવારથી ચાલી રહી હતી. ત્યારે ખુદ સીએમ બિરેન સિંહે આ મામલે મોટો ખુલાસો કરી દીધો છે. તેમણે કહ્યું કે હું રાજીનામું આપવાનો નથી. ઉલ્લેખનીય છે કે મણિપુરમાં છેલ્લા 58 દિવસોથી હિંસાનો દોર જોવા મળી રહી છે. વિપક્ષી દળો દ્વારા પીએમ મોદીના નિવેદનની માગ કરવામાં આવી રહી છે અને ભાજપ તેના કારણે દબાણમાં આવી ગયો છે.
At this crucial juncture, I wish to clarify that I will not be resigning from the post of Chief Minister.
— N.Biren Singh (@NBirenSingh) June 30, 2023
સમર્થકોએ તેમનું રાજીનામું લખેલું લેટર ફાડી નાખ્યો
સોશિયલ મીડિયા પર એક રાજીનામું લખેલો લેટર વાયરલ થઈ રહ્યો છે. આ લેટર મુખ્યમંત્રી એન.બિરેન સિંહનું હોવાનો દાવો કરાયો છે. અહેવાલ અનુસાર તેમના સમર્થકોએ આ લેટર ફાડી નાખ્યો હતો અને તેમને રાજીનામુ ન આપવા કહ્યું હતું.
સમર્થકોને પણ મળ્યાં બિરેન સિંહ
આ દરમિયાન તેમના નિવાસની બહાર એકઠાં થયેલા સમર્થકો સાથે એન.બિરેન સિંહે મુલાકાત કરી હતી. સમર્થકોએ તેમને રાજીનામુ ન આપવા અપીલ કરી હતી. તેઓ રાજ્યપાલના નિવાસે જઈ રહ્યા હતા ત્યારે જ તેમને અટકાવી પણ દેવાયા હતા. બિરેન સિંહે ત્યારબાદ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.