Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 35°C

વિવેક અગ્નિહોત્રીએ કરી પોતાની નવી ફિલ્મની જાહેરાત, ત્રણ ભાગમાં બનાવશે ‘મહાભારત’

વિવેક અગ્નિહોત્રીએ કરી પોતાની નવી ફિલ્મની જાહેરાત, ત્રણ ભાગમાં બનાવશે ‘મહાભારત’

ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ વેક્સીન વોર તાજેતરમાં રિલીઝ થઈ છે. ફિલ્મને ક્રિટિક્સ તરફથી ખૂબ જ સારા રિવ્યુ મળ્યા છે. વેક્સીન વોર બાદ હવે વિવેકે તેની નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મનું નામ છે પર્વઃ એન એપિક ટેલ ઓફ ધર્મ. આ ફિલ્મ એસએલ ભૈરપ્પાના પુસ્તક ‘પર્વ’ પર આધારિત છે. વિવેક આ ફિલ્મ ત્રણ ભાગમાં બનાવવા જઈ રહ્યા છે જેમાં મહાભારત પર ફોકસ કરશે.

એસ. એલ ભૈરપ્પાએ આ નવલકથા કન્નડમાં જ લખી છે. આ ‘મહાભારત’ના મુખ્ય પાત્રો પરના દ્રષ્ટિકોણથી લખાયેલી નવલકથા છે. મોર્ડન-ક્લાસિક શ્રેણીમાં આ નવલકથાની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. વિવેક અગ્નિહોત્રી નવલકથા પર આધારિત આ ફિલ્મ 3 ભાગમાં બનાવશે, જે એક મોટી ફ્રેન્ચાઈઝી બનવા જઈ રહી છે.

વિવેકની ફિલ્મની જાહેરાત બાદ ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. વિવેકે ફિલ્મનું પોસ્ટર શેર કરતા લખ્યું- મોટી જાહેરાત- મહાભારત ઇતિહાસ છે કે પૌરાણિક? આપણે ભાગ્યશાળી છીએ ,કે પદ્મભૂષણ ડો.એસ.એલ. ભાઇરપ્પાની મોર્ડન ક્લાસિક લાવવી: ‘પર્વ એન એપિક ટેલ ઓફ ધર્મા’.ને લઇને આવીએ છીએ.” આ પોસ્ટરમાં ભગવાન કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપતા જોઈ શકાય છે. તેમની પાછળ યુદ્ધની સ્થિતિ દેખાઈ રહી છે. પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે, આ ફિલ્મ ત્રણ ભાગમાં રિલીઝ થશે.

વીડિયોમાં મહાભારતના વિઝ્યુઅલ્સ બતાવવામાં આવ્યા છે અને તેની સાથે વોઈસ ઓવર આવે છે છે- એવી કોઈ સ્ટોરી નથી જેનો સ્ત્રોત મહાભારત ના હોય. મહાભારત મહાકાવ્ય છે કે ભારતની ચેતના? આ ફિલ્મનું નિર્દેશન વિવેક રંજન અગ્નિહોત્રી કરી રહ્યા છે અને તેના નિર્માતા પલ્લવી જોશી છે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.