લોકસભાની ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧,૦૦૦ દીપને પ્રગટાવીને ”આણંદ કરશે મતદાન” નો સંદેશ આપવામાં આવ્યો હતો.
આણંદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વીપ ના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીની રાહબરી નીચે યોજાયેલ આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, આશા વર્કર, આઈ.સી.ડી.એસ.ની બહેનો અને વોલેન્ટિયર્સ ધ્વારા ૧,૦૦૦ જેટલા દીવાઓ પ્રગટાવીને મતદારોમાં મતદાન કરવા બાબતે સંદેશ આપ્યો હતો
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, મતદારોમાં મતદાન કરવા બાબતે જાગૃતિ આવે તે માટે સ્વીપ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમ સમગ્ર જિલ્લામાં યોજાઇ રહ્યા છે. જેના ભાગરૂપે આજે શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, આશા વર્કર, આઈ.સી.ડી.એસ.ની બહેનો અને વોલેન્ટિયર્સ દ્વારા ૧,૦૦૦ જેટલા દીવાઓ પ્રગટાવીને મતદાર જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો છે.
બાઈટ : પ્રવીણ ચૌધરી ( જિલ્લા ચૂંટણી અધિકારી )