કપડવંજમાં રત્નાકર રોડ પર ઉમિયા માતા મંદિર પાસે નગરપાલિકા દ્વારા નવી પાઇપ લાઈનના ખોદકામ દરમિયાન પાણીની ચાલુ પાઇપ લાઈનમાં જેસીબીની ધાર અડી જતાં પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડ્યું હતું.ચાલુ પાણી પુરવઠા દરમિયાન પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતાં અંદાજે 50 ફૂટ ઊંચે સુધી પાણીનો મોટો ફુવારો ઉડ્યો હતો અને હજારો લિટર પાણી વેડફાઈ ગયું હતું. જોકે નગરપાલિકા પાણી પુરવઠા વિભાગે તાત્કાલિક સમારકામ કરી દીધું હતું અને પાણી પુરવઠો રાબેતા મુજબ ચાલુ કર્યો હતો.