આજે વહેલી સવારે પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ ડઝનેક રોકેટ છોડી ઇઝરાયેલને હચમચાવી નાખ્યું હતું. ઇઝરાયેલના બે શહેરો એશ્કેલોન અને તેલ અવીવ પર 5000થી વધુ રોકેટ છોડી હુમલો કરવામાં આવ્યો હતો. જેની જવાબી કાર્યવાહીમાં ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી છે. હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ ‘ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ’ની જાહેરાત કરવામાં આવી છે. ઈઝરાયેલની વાયુસેનાએ પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસને નિશાન બનાવીને ડઝનબંધ ફાઈટર પ્લેન વડે ગાઝા પટ્ટીમાં અનેક સ્થળો પર હુમલો કર્યો છે.
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, ઇઝરાયેલ આ યુદ્ધમાં માટે તૈયાર છે. ઈઝરાયેલના નાગરિકોને સંબોધતા કહ્યું કે-We are at war.આ કોઈ ઓપરેશન નથી, આ યુદ્ધ છે અને તેમાં આપણે જીતીશું. તેમણે એક વીડિયો સંદેશ આપતા જણાવ્યું હતું. ઈઝરાયેલના વડાપ્રધાનનું આ પ્રથમ નિવેદન છે. તેમણે રીઝર્વ સૈનિકોને બોલાવવાનો આદેશ પણ આપ્યો છે. આ સાથે વડાપ્રધાને દેશની સેનાને તે વિસ્તારો ખાલી કરવાનો આદેશ આપ્યો છે જ્યાં હમાસના ઘૂસણખોરો સાથે લડાઈ ચાલી રહી છે. આ દરમિયાન ઇઝરાયલી દળોએ ગાઝામાં નિશાનો પર હુમલો કર્યો. આ પછી તેલ અવીવ અને જેરુસલેમ સુધી હવાઈ હુમલાના સાયરન સતત વાગી રહ્યા હતા.
Netanyahu: We are at war. Hamas will pay an unprecedented price.
ALL PUBLIC BOMB SHELTERS IN ISRAEL ARE BEING OPENED pic.twitter.com/A1VNcml0HU
— Megh Updates 🚨™ (@MeghUpdates) October 7, 2023
ઈઝરાયેલના રક્ષા મંત્રીનું નિવેદન
ઈઝરાયેલના રક્ષા મંત્રીએ નિવેદન આપ્યું કે, આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર હુમલો કરી મોટી ભૂલ કરી છે. આ હુમલોનો જવાબ આપવા માટે ઈઝરાયેલ સંપૂર્ણ રીતે તૈયાર છે. ઉપરાંત તેણે દાવો કર્યો કે, ઈઝરાયેલ આ યુદ્ધ જીતશે. તેલ અવીવમાં ઇઝરાયેલના સૈન્ય મુખ્યાલયમાં કેબિનેટની બેઠક બાદ સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે ચેતવણી આપી હતી કે હમાસે આજે સવારે દક્ષિણ અને મધ્ય ઇઝરાયેલ પર રોકેટ હુમલા કરીને મોટી ભૂલ કરી છે.