પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં તણાવ અને હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. સોમવારે (23 એપ્રિલ 2026) 152 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે દક્ષિણ દિનાજપુર જિલ્લાના કુમારગંજ વિધાનસભા વિસ્તારમાં ગંભીર અથડામણની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, Trinamool Congress (TMC)ના સમર્થકોએ હોબાળો મચાવી ભાજપના ઉમેદવાર શુભેન્દુ સરકાર પર હુમલો કર્યો હતો. સામે આવેલા વીડિયોમાં એક ટોળું તેમને ઘેરીને હુમલો કરતું જોવા મળે છે, જેમાં કેટલાક લોકો લાકડીઓ અને સળિયા સાથે પણ દેખાઈ રહ્યા છે. હુમલા દરમિયાન શુભેન્દુ સરકારને ધમકીઓ આપવામાં આવી હતી.
Hello @ECISVEEP, @CEOWestBengal, @CrpfWest Look how TMC workers attacked BJP candidate from Kumarganj, Shubhendu Sarkar. He was taken to the hospital for treatment. pic.twitter.com/rL0RAhZzPf
— Amit Thakur 🇮🇳 (@Amit_Thakur_BJP) April 23, 2026
હુમલાની ગંભીરતા એથી સમજાય છે કે ભાજપના ઉમેદવાર પોતાના જીવ બચાવવા માટે દોડતા જોવા મળ્યા હતા. તાત્કાલિક હાજર સુરક્ષા કર્મચારીઓએ તેમને ટોળામાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ભાજપે આ સમગ્ર ઘટનામાં TMC કાર્યકરોને જવાબદાર ઠેરવ્યા છે, જેને લઈને રાજકીય માહોલ વધુ ગરમાયો છે.
આસનસોલમાં અગ્નિમિત્રા પોલની કાર પર હુમલો
આ ઉપરાંત આસનસોલના બર્નપુર વિસ્તારમાં પણ હિંસક ઘટના સામે આવી છે. અહીં ભાજપની ધારાસભ્ય અગ્નિમિત્રા પોલની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આ હુમલામાં કારના કાચ તૂટી ગયા હતા અને તેમના અંગત સહાયક તેમજ સુરક્ષા કર્મચારીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અગ્નિમિત્રા પોલ આગળની સીટ પર બેઠા હોવાથી તેઓ સુરક્ષિત રહ્યા હતા.
ઘટનાને લઈને તેમણે સુરક્ષામાં મોટી ચૂકનો આક્ષેપ કર્યો છે અને ચૂંટણી દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઊભા કર્યા છે.
#WATCH | West Bengal Elections 2026 | BJP candidate from Asansol South Assembly constituency, Agnimitra Paul's car vandalised in the Rahmatnagar area of Burnpur. pic.twitter.com/AEbc48G3OE
— ANI (@ANI) April 23, 2026
રાજ્યમાં તણાવપૂર્ણ મતદાન માહોલ
પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન આવી ઘટનાઓએ ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉભા કર્યા છે. વિવિધ વિસ્તારોમાં રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે અથડામણ, ધમકી અને હિંસાના બનાવો સામે આવતા સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવાની જરૂરિયાત જણાઈ રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel