click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ ગુજરાતને છેલ્લા 9 વર્ષમાં શું મળ્યું, જાણો પ્રોજેક્ટ્સની વિગત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ ગુજરાતને છેલ્લા 9 વર્ષમાં શું મળ્યું, જાણો પ્રોજેક્ટ્સની વિગત
Gujarat

મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ ગુજરાતને છેલ્લા 9 વર્ષમાં શું મળ્યું, જાણો પ્રોજેક્ટ્સની વિગત

મે, 2023માં ગુજરાતમાં રૂ.2452 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત રૂ.1654 કરોડના ખર્ચે શહેરી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

Last updated: 2023/06/01 at 3:54 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

26 મેના રોજ કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વના 9 વર્ષ પૂર્ણ થયા. આ નવ વર્ષોમાં મોદીએ ગુજરાતના વિકાસને પણ પ્રાથમિકતા આપી. તેઓ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતને દેશના વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું હતું. વર્ષ 2014માં દેશના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી તેમણે ગુજરાતની વિકાસયાત્રાની ગતિને અવરોધતા પરિબળોને દૂર કર્યા. આ નવ વર્ષોમાં ગુજરાતના હિત માટે કેન્દ્ર સરકારે રાજ્યને આપેલા કેટલાક પ્રોજેક્ટો માહિતી મેળવીએ.

વર્ષ 2014માં વડાપ્રધાન પદની શપથ લીધાના ફક્ત 17 જ દિવસમાં મોદીએ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપી દીધી હતી. વર્ષ 2016માં તમામ 30 દરવાજાઓના નિર્માણની કામગીરી પૂર્ણ કરવામાં આવી. 15 સપ્ટેમ્બર, 2019ના રોજ સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ જળસપાટી એટલે કે 138.68 મીટર સુધી પાણીથી છલકાયો હતો અને ગુજરાતની પ્રજાનું વર્ષો જૂનું સપનું આખરે સાકાર થયું હતું.

ક્રૂડ રોયલ્ટી ગુજરાતને મળી

વડાપ્રધાન બન્યા પછી મોદીએ માર્ચ 2015માં ક્રૂડ ઓઇલની રોયલ્ટી સાથે સંબંધિત અન્ય એક મોટા મુદ્દાને ઉકેલવા માટે નિર્ણય કર્યો. તેઓએ ગુજરાતને ક્રૂડ ઓઈલની રોયલ્ટી તરીકે લગભગ રૂ.800 કરોડ આપવાનું નક્કી કર્યું.

બુલેટ ટ્રેન

14 સપ્ટેમ્બર, 2017ના રોજ મોદીએ જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. શિંજો આબેની ઉપસ્થિતિમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરીને ગુજરાતની જનતાને એક મોટી ભેટ આપી છે.

રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ

આધુનિક સુવિધાયુક્ત એક નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની ભેટ પણ મોદીએ ગુજરાતના રાજકોટ શહેરને આપી છે. રાજકોટમાં આ નવું એરપોર્ટ અમદાવાદ-રાજકોટ હાઇવે પર રૂ.2500 કરોડના અંદાજિત ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે.

AIIMS, રાજકોટ

ગુજરાતના નાગરિકોને પોસાય તેવા દરે ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે તે માટે વડાપ્રધાન મોદીએ 31 ડિસેમ્બર, 2020ના રોજ ગુજરાતના રાજકોટ શહેરમાં AIIMS જેવી અદ્યતન મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો.

કચ્છમાં હાયબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની ભેટ

વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં કચ્છના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા હાયબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની ભેટ આપી છે. આ પાર્ક દ્વાર વર્ષ 2024 સુધીમાં 30,000 મેગાવોટ ઊર્જાનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે.

લાઇટ હાઉસ પ્રોજેક્ટ રાજકોટ

લાઇટહાઉસ પ્રોજેક્ટ એ કેન્દ્રીય શહેરી બાબતોના મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજના છે. ગુજરાતમાં રાજકોટ શહેરને આ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવ્યું છે, જે હેઠળ રાજકોટમાં 1144 આવાસો બનાવવામાં આવ્યા છે. ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવાયેલા આ મકાનો સસ્તા, મજબૂત અને સંપૂર્ણપણે ભૂકંપ પ્રતિરોધક છે.

ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન

મે, 2022માં વડાપ્રધાન મોદીના હસ્તે જામનગરમાં વિશ્વના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન

સપ્ટેમ્બર, 2022માં મોદીએ ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે. દિલ્હીના બે રૂટ્સ પર મોટી સફળતા પછી ભારતની પહેલી સ્વદેશી સેમી હાઈ સ્પીડ ટ્રેન હવે ગુજરાતના પાટા પર દોડી રહી છે.

GIFT સીટીમાં ભારતના પ્રથમ IFSCAના હેડક્વાર્ટરનો શિલાન્યાસ

ગાંધીનગર સ્થિત ફાઇનાન્શિયલ ટેક સિટી GIFT સિટી ખાતે ઓગસ્ટ, 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આંતરરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી (IFSCA)ના હેડક્વાર્ટરનો શિલાન્યાસ કર્યો હતો.

GIFT સિટી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ

વડાપ્રધાન મોદી દ્વારા જૂલાઈ, 2022માં ગાંધીનગર GIFT સિટી ખાતે દેશના પ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) તેમજ NSC IFSC-SGX કનેક્ટને લોન્ચ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રારંભ

વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં અમદાવાદ મેટ્રો અને સુરત મેટ્રો પ્રોજેક્ટની ભેટ આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ગત વર્ષે પૂર્ણ થયો હતો. સપ્ટેમ્બર 2022માં મોદીએ થલતેજથી વસ્ત્રાલ રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવ્યો છે.

રાજ્યના પાંચ જિલ્લાઓને મેડિકલ કોલેજની ભેટ

કેન્દ્ર સરકારે ગત વર્ષે ગુજરાતના પાંચ જિલ્લાઓ નવસારી, નર્મદા, પંચમહાલ, મોરબી અને પોરબંદર ખાતે રૂ.2250 કરોડના ખર્ચે નવી સરકારી મેડિકલ કોલેજની ભેટ આપી છે.

ભારતમાલા પરિયોજના

ભારત સરકારની ‘ભારતમાલા પરિયોજના’ હેઠળ ગુજરાતમાં 1000 કિમીથી વધુના રોડ-રસ્તાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન
ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન મોદીએ ગુજરાતના અમદાવાદમાં સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું.

સ્માર્ટ સિટી મિશન
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર તથા દાહોદ એમ કુલ 6 શહેરોની પસંદગી કરવામાં આવી હતી.

સ્મૃતિવન ભૂકંપ સ્મારક, ભુજ

26 જાન્યુઆરી 2001ના આવેલા ગોઝારા ભૂકંપનો ભોગ બનેલા નાગરિકોની યાદમાં કચ્છમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.મોદીએ આ સ્મૃતિવનનું નિર્માણ કરવાનો નિર્ધાર કર્યો હતો અને ગત વર્ષે ભારતના વડાપ્રધાન તરીકે તેમણે સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું.

 

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 1, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મણિપુર હિંસાની તપાસ ન્યાયિક પંચ કરશે, અમિત શાહે કહ્યું- CBI 6 કેસની તપાસ કરશે
Next Article ભારત-નેપાળ વચ્ચે નવી ટ્રેન સેવા શરૂ, આર્થિક સ્મૃદ્ધિના નવા દ્વાર ખુલ્યા, બંને દેશના વડાપ્રધાને કર્યું ઉદઘાટન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?