આજકાલ દરેક વ્યક્તિ સ્ક્રીન પર એટલે કે મોબાઈલ કે લેપટોપ પર વધુ સમય પસાર કરે છે. આવા ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ ‘કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ’ કહેવાય છે. આ સમસ્યા બાળકો અને કિશોરોમાં સામાન્ય બની ગઈ છે. પણ આજ કાલ મોટા લોકોમાં પણ તે જોવા મળે છે.
આંખના નિષ્ણાતોના મતે કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ એક એવી સમસ્યા છે જે કોઈ પણ સ્ક્રીનનો વારંવાર ઉપયોગ કર્યા પછી થાય છે. આ સમસ્યા ફોટા અને ઈલેક્ટ્રોનિક સ્ક્રીનમાંથી નીકળતા લાઈટ અને રેડિયેશનને કારણે થાય છે, જે આંખોમાં બળતરા કરે છે. તેને ઘણા નામ જેવા કે ડિજિટલ આઈ સિન્ડ્રોમ, ઓફિસ આઈ સિન્ડ્રોમ અથવા વર્કપ્લેસ આઈ સિન્ડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે.
લક્ષણો – સતત સ્ક્રીન તરફ જોવું અને પાંપણો બંધ ન કરવાથી આંખોમાં પાણી આવી શકે છે. જો તમે લેપટોપ કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતી વખતે બરાબર ન બેસો તો તેનાથી કમર અને ગરદનના દુખાવાની સાથે આંખની સમસ્યા પણ થઈ શકે છે. તેથી જ આરામની જરૂર છે.
બચવાના ઉપાયો – ટીવી, લેપટોપ કે મોબાઈલનો ઉપયોગ કરતી વખતે ચશ્મા પહેરવા જોઈએ. કોમ્પ્યુટરનો ઉપયોગ યોગ્ય પ્રકાશ હોય ત્યાં કરો. સ્ક્રીનથી યોગ્ય અંતર જાળવવું જોઈએ. જો આંખો ખૂબ સુકી થઈ ગયેલી લાગે, તો લુબ્રિકેશન આઇ ડ્રોપ્સનો ઉપયોગ કરવો જોઈએ. દર કલાકે વિરામ લો અને તમારી આંખોને આરામ આપો. ગ્રીન વૃક્ષો તરફ જોવું જોઈએ. એક જ સ્થિતિમાં વધુ સમય સુધી બેસવું જોઈએ નહીં.
જે લોકોને આંખોનો પ્રોબ્લેમ હોય તો તેને સારો આહાર લેવાથી આ સમસ્યામાંથી બચાવી શકાય છે. આહારમાં હંમેશા એવી વસ્તુઓનો સમાવેશ કરો, જેથી તેમની આંખો સ્વસ્થ રહે. સ્ક્રીનની બ્રાઈટનેસ અને કોન્ટ્રાસ્ટ માત્ર નાઈટ મોડમાં જ રાખો. આ આંખોને તણાવથી બચાવશે. તમારી આંખોને કમ્પ્યુટર સ્ક્રીનથી દૂર રાખવી અને રાહત માટે આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લો. તેનાથી આંખોને આરામ મળશે.