Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 32°C

શું છે આ વીમા સખી યોજના? જેનાથી મહિલાઓને થશે મોટો ફાયદો, જાણો યોગ્યતાથી લઇને એપ્લાય પ્રોસેસ

શું છે આ વીમા સખી યોજના? જેનાથી મહિલાઓને થશે મોટો ફાયદો, જાણો યોગ્યતાથી લઇને એપ્લાય પ્રોસેસ

ભારતીય જીવન વીમા યોજના એટલે કે LIC વિશે તો તમે પરિચિત હશો જ. LIC સમયાંતરે નવી નવી યોજનાઓ અમલમાં મુકતું હોય છે ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના પાનીપતમાં સખી વીમા યોજના લોન્ચ કરશે. આ યોજના શિક્ષિત મહિલાઓ માટે છે. આ યોજના ધોરણ 10 પાસ અને 18 થી 70 વર્ષની મહિલાઓ માટે છે. આ યોજનામાં ભાગ લેનારી મહિલાઓ ‘વીમા સખી’ તરીકે ઓળખાશે અને પોતાના વિસ્તારમાં અન્ય મહિલાઓને વીમો કરાવવામાં મદદ કરશે. જે તેમને સ્વ રોજગારની તક આપશે.

આ વાતોનું ખાસ ધ્યાન રાખો

  • જે વ્યક્તિ પહેલાથી LIC એજન્ટ કે કર્મચારી છે તેના પરિવારમાંથી કોઈ આ યોજનામાં ભાગ લઈ શકશે નહીં
  • પૂર્વ LIC એજન્ટ કે સેવા નિવૃત LIC અધિકારી પણ ફોર્મ ભરી શકશે નહીં.
  • જે લોકો હાલમાં LIC એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે તે પણ નહીં ભરી શકે ફોર્મ
  • ફોર્મ સાથે લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવો જરૂરી છે.
Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.