૨૧ માર્ચના જવાહર મેદાનમાં ઈન્ટરનેશલ મોટીવેશનલ સ્પીકર શિવાની દીદી દ્વારા ખુશીયો કા પાસવર્ડ વિષય ઉપર બોલી લોકો ને જીવનમાં કેવા બદલાવ લાવવા જોઈએ કહ્યું હતુ . સમગ્ર શહેરમાં મચ્છર નો અતિ ત્રાસ હોવા છતાંય મેદાનમાં ઉપસ્થિત ૧૦ હજાર જેટલી મેદનીએ એક ધ્યાને અને એકાગ્રતા પૂર્વક શું કામ સાંભળી શક્યું એના પાછળ નું કારણ છે “મેડિસિનલ સ્મોકનું ડોમ કવચ” .
શું છે સ્મોક કવચ ?
યજ્ઞ થેરાપિસ્ટ ડો.ઓમ્ ત્રિવેદી દ્વારા ૭૪ થી વધુ આયુર્વેદિક ઔષધિ અને કાષ્ટ સાથે મિશ્રણ બનાવામાં આવી છે અને તેને હવન કુંડ પ્રજ્વલિત કરી તેમાં થી નીકળેલા ધુમડા દ્વારા એક “મેડિસિનલ સ્મોકનું ડોમ કવચ” ઉત્પન્ન થાય છે જે નાના જીવ ની સાથે સાથે અતિ સૂક્ષ્મ જીાણુઓને પર તેટલું જ કારગર સાબિત થયુ છે .
કોરોના સમયે શહેરના અનેક વિસ્તારોમા ડો.ઓમ્ ત્રિવેદી અને તેમની ટીમ દ્વારા મોબાઈલ હવન કુંડ લઈ ને “મેડિસિનલ સ્મોકનું ડોમ કવચ” ઉભુ કરવામાં આવ્યું હતું , આ સ્મોક કવચ બે થી ત્રણ કલાક સુધી વાતાવરણમાં રહે છે અને એક પરત બનાવે છે સાથે સાથે એક પવિત્ર વાતાવરણ પણ ઉભુ કરે છે .
કેવી રીતે જવાહર મેદાનમાં ઉભુ કરાયું “મેડિસિનલ સ્મોકનું ડોમ કવચ” ?
શહેરના જ્વાહરમેદાન ખાતે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા યોજાયેલ સામાજિક કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત સાધકોને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરવા તથા દિવ્ય વાતાવરણ નું નિર્માણ કરવાના હેતુથી શહેરના પ્રતિષ્ઠિત સેવાભાવી ઉદ્યોગપતિ નિશીથભાઈ મેહતાના સહયોગથી વૈદિક વિજ્ઞાન આધારિત યજ્ઞ થેરાપી દ્વારા યજ્ઞ થેરેપિસ્ટ ડો.ઓમભાઈ ત્રિવેદી દ્વારા તેમની સંશોધિત યજ્ઞસામગ્રી અને પદ્ધતિ દ્વારા સમગ્ર કાર્યક્રમ અગાઉ મેડિસિનલ સ્મોકનું ડોમ કવચ નિર્માણ કરી સમગ્ર કાર્યક્રમ પરિસરનું સેનેટાઈઝેશન કરવા સાથે દિવ્ય વાતાવરણ નિર્માણ કરી ઉપસ્થિત સાધકોને સંભવિત બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેકશન સામે રક્ષણ માટે ૭૪ કરતા વધુ આયુર્વેદિક ઔષધિઓ મિશ્રિત ડો.ઓમભાઈ ત્રિવેદી સંશોધિત યજ્ઞસામગ્રી,ગાયના ઘી સહિતના દ્રવ્યોનો ઉપયોગ કરી ૨૫ મોબાઈલ યજ્ઞકુંડ અને ૩૦ થી વધુ સ્વયંસેવકો સાથે યજ્ઞથેરેપી આધારિત મોબાઈલ હવન કુંડ દ્વારા સમગ્ર વિસ્તારમાં ફરી એક કવચ ઉભુ કરી આપ્યું હતું જેના કારણે શિવાની દીદી ને સાંભળવા આવેલા નગરજનો ની એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત થયુ હતું