Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 23°C

WhatsApp લાવ્યુ નવુ ફીચર: હવે QR કોડ સ્કેન કરીને અન્ય ફોનમાં ટ્રાન્સફર કરી શકાશે ચેટ

WhatsApp લાવ્યુ નવુ ફીચર: હવે QR કોડ સ્કેન કરીને અન્ય ફોનમાં ટ્રાન્સફર કરી શકાશે ચેટ

 

મેટા સીઈઓ માર્ક ઝકરબર્ગે પોતાની એક ફેસબુક પોસ્ટ દ્વારા વ્હોટ્સએપના આ ફીચરની જાણકારી આપી છે. WhatsAppની ચેટ હિસ્ટ્રીને હવે સરળતાથી ટ્રાન્સફર કરવામાં આવી શકશે. ઝકરબર્ગે કહ્યુ કે આ સંપૂર્ણરીતે સિક્યોર હશે. ચેટની સાઈઝને લઈને કોઈ મુશ્કેલી પડશે નહીં એટલે કે તમારી ચેટમાં મોટી-મોટી ફાઈલો કે અટેચમેન્ટ છે તો પણ ચેટ આરામથી ટ્રાન્સફર થઈ જશે.

આ સાથે શરત એ છે કે બંને ડિવાઈસમાં એક જ ઓપરેટિંગ સિસ્ટમ હોવી જોઈએ એટલે કે ચેટ ત્યારે જ ટ્રાન્સફર થશે જ્યારે બંને ફોન આઈફોન હોય અથવા તો એન્ડ્રોયડ હોય એટલે કે આઈફોનથી એન્ડ્રોયડ અને એન્ડ્રોયડથી આઈફોનમાં ક્યૂઆર કોડને સ્કેન કરીને ચેટને ટ્રાન્સફર કરી શકાશે નહીં. માર્ક ઝકરબર્ગે આનો એક વીડિયો પર શેર કર્યો છે.

હાલ ચેટને ટ્રાન્સફર કરવા માટે ક્લાઉડ બેકઅપનો ઉપયોગ થાય છે. ક્યૂઆર કોડ સ્કેન વાળી પ્રોસેસમાં ડેટા ક્લાઉડ પર બેકઅપ થશે નહીં. સૌથી સારી વાત એ છે કે તમારે પોતાના વ્હોટ્સએપ ડેટાનું બેકઅપ લેવાની જરૂર પણ નથી.

આ પ્રક્રિયા એટલે કે QR કોડ સ્કેનથી ચેટ ટ્રાન્સફર કરવા માટે વ્હોટ્સએપ લોકલ વાઈ-ફાઈ નેટવર્કનો ઉપયોગ કરે છે એટલે કે આ બે ડિવાઈસની વચ્ચે એક વાઈ-ફાઈ નેટવર્ક બનાવે છે. ક્યૂઆર કોડથી ચેટ ટ્રાન્સફર કરવા માટે જૂના ફોનના WhatsAppની સેટિંગમાં જવુ પડશે અને પછી ચેટ પર ક્લિક કરીને Chats Transferમાં જવુ પડશે. જે બાદ QR કોડ સ્કેન કરવાનું ઓપ્શન મળશે જેને તમારે નવી રીતે સ્કેન કરવુ પડશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.