WhatsApp એ વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાનું એક છે. આનાથી અમે પરિવાર અને મિત્રોની સાથે વાત કરી જોડાયેલ રહેવા સહિત વોટ્સઅપથી તમે વ્યવસાઈક કામ પણ કરી શકો છો. વોટ્સએપમાં તમને UPI દ્વારા ચૂકવણી કરવાનો વિકલ્પ પણ મળે છે. ભારતની UPI પેમેન્ટ સર્વિસ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. Paytm, PhonePe અને Google Pay જેવા મોટા UPI પેમેન્ટ પ્લેટફોર્મની સરખામણીમાં WhatsApp થોડું પાછળ છે. પરંતુ વોટ્સએપનું એક નવું ફીચરે હવે ફોન પે અને ગુગલ પે જેવા મોટા પ્લેટ ફોર્મેની ઉંઘ હરામ કરી દીધી છે.
વોટ્સએપ યુપીઆઈ પેમેન્ટ સર્વિસ યુઝર્સમાં બહુ લોકપ્રિય નથી. તેનું યુઝર ઈન્ટરફેસ લોકોનું ધ્યાન ખેંચવામાં નિષ્ફળ રહ્યું છે. Wabitinfoના રિપોર્ટ અનુસાર, કંપની એક નવું ફીચર લાવવા જઈ રહી છે, જેનાથી UPI દ્વારા પેમેન્ટ ખૂબ જ સરળ થઈ જશે. તે આગામી થોડા અઠવાડિયામાં સામાન્ય લોકો માટે રિલીઝ થઈ શકે છે.
WhatsApp UPI: નવું ફીચર
વોટ્સએપના નવા ફીચર્સ અને અપડેટ્સ પર નજર રાખનાર પોર્ટલ Wabitinfoના જણાવ્યા અનુસાર, Android માટે WhatsApp બીટા વર્ઝન પર QR કોડ દ્વારા UPI પેમેન્ટ કરવાની સુવિધા રજૂ કરવામાં આવી છે. લોકોને QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવાનું ખૂબ જ અનુકૂળ લાગશે. જોકે, વોટ્સએપે આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
📝 WhatsApp beta for Android 2.24.7.3: what's new?
WhatsApp is rolling out a feature to scan UPI QR codes from the chats list, and it’s available to some beta testers! Some users may get the same feature with the previous updates.https://t.co/Ya0GGeWlXw pic.twitter.com/0yNBmRWJQy
— WABetaInfo (@WABetaInfo) March 18, 2024
QR કોડ સ્કેનરથી થશે પેમેન્ટ
Wabitinfoએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આમાં, ચેટ પર જ QR કોડ સ્કેન કરવા માટે એક આઇકોન દેખાય છે. જો આ સુવિધા ઉપલબ્ધ હશે તો તમારે પેમેન્ટ કરવા માટે અલગ-અલગ જગ્યાએ જવાની કે ઘણા સ્ટેપ ફોલો કરવાની જરૂર નહીં પડે. તમે સીધા ચેટમાંથી QR કોડ સ્કેન કરીને UPI ચુકવણી કરી શકશો.
Paytm અને PhonePe માટે પડકાર
વોટ્સએપનું નવું UPI ફીચર મેટાની એપ પર યુઝર્સની સંખ્યા વધારી શકે છે. WhatsApp દેશના સૌથી મોટા મેસેજિંગ પ્લેટફોર્મમાં સામેલ છે. જો લોકો મોટી સંખ્યામાં WhatsApp UPI પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે, તો Paytm, PhonePe અને Google Pay જેવા મોટા UPI પેમેન્ટ પ્લેટફોર્મની સમસ્યાઓ વધી શકે છે.