કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખથી અપેક્સ બોડી, લેહ અને કારગીલ ડેમોક્રેટિક અલાયન્સના 6 સભ્યના પ્રતિનિધિમંડળે સોમવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી. આ દરમિયાન ગૃહપ્રધાને પ્રતિનિધિમંડળે તેમના હિતોની રક્ષા કરવાનું આશ્વાસન આપ્યું. તેમને કહ્યું કે એબીએલ અને કેડીએની માગણીઓ પર વિચાર કરવા માટે બનાવેલી સમિતિ આવા બંધારણીય સુરક્ષા પૂરી પાડવાની પદ્ધતિઓ પર ચર્ચા કરી રહી છે.
ઉચ્ચ સત્તાવાળી સમિતિએ પ્રદેશની અનન્ય સંસ્કૃતિ અને ભાષાના રક્ષણ માટેના ઉપાય, જમીન અને રોજગારની સુરક્ષા, સર્વસમાવેશક વૃદ્ધિ અને રોજગાર નિર્માણ, LAHDCsનું સશક્તિકરણ અને હકારાત્મક પરિણામો માટે બંધારણીય સુરક્ષાની તપાસ જેવા મુદ્દાઓ પર કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ.
લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માગ
લેહ અપેક્સ બોડી અને કારગીલ ડેમોક્રેટિક અલાયન્સ તરફથી લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા, તેને બંધારણની છઠ્ઠી અનુસુચીમાં સામેલ કરવા અને ખુબ જ ઉંચાઈ પર સ્થિત આ વિસ્તાર માટે એક વિશેષ લોક સેવા આયોગના ગઠનની માગ કરવામાં આવી રહી છે. સોમવારે એલએબી અને કેડીએની ઉપસમિતિએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના સલાહકારની સાથે બેઠક કરી.
હિતોની રક્ષા કરવાનું આશ્વાસન
જો કે કેન્દ્ર સરકારના પદાધિકારીઓની સાથે સતત થયેલી બે બેઠકોમાં કોઈ ઠોસ પરિણામ આવ્યુ નથી અને તેને ભવિષ્યની કાર્યવાહી માટે વિસ્તારના લોકોની સાથે પરામર્શ કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બેઠક વગર કોઈ પરીણામે જ પુરી થઈ ગઈ. ત્યારબાદ ઉપસમિતિએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી. ત્યારે પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત બાદ ગૃહપ્રધાને તેમના હિતોની રક્ષા કરવાનું આશ્વાસન આપ્યું.