click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સેમિકન્ડક્ટર કંપનીઓ માટે ગુજરાત કેમ પ્રથમ પસંદગી ? આ છે 10 કારણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સેમિકન્ડક્ટર કંપનીઓ માટે ગુજરાત કેમ પ્રથમ પસંદગી ? આ છે 10 કારણ
Gujarat

સેમિકન્ડક્ટર કંપનીઓ માટે ગુજરાત કેમ પ્રથમ પસંદગી ? આ છે 10 કારણ

સેમિકન્ડક્ટર્સ માટે ભારત હાલ ચીન અને તાઈવાન જેવા દેશો પર નિર્ભર છે, તેથી ભારત આ દેશો પરથી તેની નિર્ભરતા ઘટાડવા માંગે છે. ભારત ચિપ મેકિંગમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે. ઈલેક્ટ્રોનિક વસ્તુઓનું 'હાર્ટ' કહેવાતા સેમિકન્ડક્ટર પર દુનિયા નજર રાખી રહી છે, ત્યારે દરેકની નજર સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહેલા ગુજરાત પર છે.

Last updated: 2024/05/02 at 4:44 પી એમ(PM)
One India News Team
Share
6 Min Read
SHARE

મોબાઈલ, કોમ્પ્યુટર, ટીવી, કાર, એસી કે પછી ફ્રીજ હોય અત્યારે ભાગ્યે જ એવું કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણ હશે જેમાં સેમિકન્ડક્ટરનો ઉપયોગ ન થતો હોય. આ જ કારણ છે કે સમગ્ર વિશ્વમાં તેની માંગ વધી રહી છે. ઈલેક્ટ્રોનિક ઉપકરણોના ભાવ આસમાને પહોંચવા લાગ્યા છે. ચીન, હોંગકોંગ, તાઈવાન, દક્ષિણ કોરિયા જેવા દેશો છે, જે વિશ્વને સેમિકન્ડક્ટર સપ્લાય કરી રહ્યા છે. હવે ભારત પણ સેમિકન્ડક્ટરનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે.

Contents
સેમિકન્ડક્ટર શું છે ?ગુજરાત સેમિકન્ડક્ટર હબ બનવા પાછળના 10 કારણો

સેમિકન્ડક્ટર શું છે ?

આ એક પ્રકારની ચિપ છે, જેનો ઉપયોગ ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં થાય છે. જો સરળ ભાષામાં સમજીએ તો તેને કંડક્ટર અને ઇન્સ્યુલેટર વચ્ચેની કડી કહી શકાય. જે કરંટને નિયંત્રિત કરે છે. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના જણાવ્યા મુજબ સેમિકન્ડક્ટરને અલગ અલગ રીતે બનાવી શકાય છે. જેમ કે સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ આર્સેનાઇડ અથવા કેડમિયમ સેલેનાઇડ.

સેમિકન્ડક્ટર્સ માટે ભારત હાલ ચીન અને તાઈવાન જેવા દેશો પર નિર્ભર છે, તેથી ભારત આ દેશો પરથી તેની નિર્ભરતા ઘટાડવા માંગે છે. ભારત સેમિકન્ડક્ટરની ડિમાન્ડને જોઈને ચિપ મેકિંગમાં પોતાને આત્મનિર્ભર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. ભારતમાં સેમિકન્ડક્ટરનું માર્કેટ 24 બિલિયન ડોલરનું છે.

સેમિકન્ડક્ટરની માંગને જોતા આ માર્કેટ વર્ષ 2025 સુધીમાં 100 અબજ ડોલર થઈ જશે. જ્યારે વર્ષ 2030 સુધીમાં તેનું માર્કેટ 110 અબજ ડોલરને પાર કરી શકે છે. ઈલેક્ટ્રોનિક વસ્તુઓનું ‘હાર્ટ’ કહેવાતા સેમિકન્ડક્ટર પર દુનિયા નજર રાખી રહી છે, ત્યારે દરેકની નજર સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહેલા ગુજરાત પર છે.

ગુજરાત સેમિકન્ડક્ટર હબ બનવા પાછળના 10 કારણો

  1. ભારત સેમિકન્ડક્ટર હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેની પાછળ પણ કેટલાક કારણ જવાબદાર છે. અમેરિકા અને યુરોપ ઇચ્છે છે કે સેમિકન્ડક્ટર સેક્ટરમાં ચીનની મોનોપોલી ખતમ થાય. કારણ કે ચીન પર વધુ પડતી નિર્ભરતા પણ ચિંતાનો વિષય છે. જો પશ્ચિમી ચીપ કંપનીઓ ચાઈનીઝ કંપનીઓ સાથે સ્પર્ધા કરવામાં અસમર્થ જાય, તો અમેરિકા અને યુરોપ જેવા દેશોને ચીન પર વધુ નિર્ભર બની જાય. ખાસ કરીને તે સેમિકન્ડક્ટર્સ માટે કે જેનો ઉપયોગ ઘરગથ્થુ ઈલેક્ટ્રિક ઉપકરણોથી માંડીને હથિયારો બનાવવામાં થાય છે.
  2. સેમિકન્ડક્ટરનું ઉત્પાદન ચીન ઉપરાંત તાઈવાનમાં પણ થાય છે. જો યુદ્ધની પરિસ્થિતિ સર્જાય અને ચીન તાઈવાનનો રસ્તો બંધ કરી દે તો વિશ્વના દેશોમાં તેની મોટી અસર જોવા મળી શકે છે. કારણ કે તાઈવાનથી અમેરિકા, યુરોપ કે પછી ભારત તરફ જવા માટે સાઉથ ચીનના અનઅધિકૃત વિસ્તારમાંથી પસાર થવું પડે છે. તેથી જો ચીન દ્વારા આ રસ્તો બંધ કરવામાં આવે તો મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. કારણ કે અમેરિકા જેવા દેશો કે જેમને હશિયારો બનાવવા માટે જે ચીપની જરૂર પડે છે તેનું ઉત્પાદન માત્ર ચીન અને તાઈવાન જેવા દેશોમાં થાય છે.
  3. તેથી અમેરિકા અને યુરોપને સેમિકન્ડક્ટરની માંગને પહોંચી વળવા માટે એવા દેશની જરૂર છે જ્યાં મહત્તમ ઉત્પાદન એકમો સ્થાપી શકાય. ભારતે પોતાને ચીનના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે દર્શાવવામાં કોઈ કસર છોડી નથી. એમાં પણ ભારતમાં ગુજરાત એ સૌથી બેસ્ટ સ્થળ છે કે જ્યાંથી વિશ્વના કોઈપણ દેશમાં ટ્રાન્સપોર્ટેશન સરળતાથી કરી શકાય. ગુજરાતથી અમેરિકા કે પછી યુરોપ જવા માટે સરળતાથી પહોંચી શકાય છે. તેથી ગુજરાત સેમીકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે.
  4. સેમિકન્ડક્ટર કંપનીઓ ગુજરાત પર પ્રથમ પસંદગી ઉતારી રહી છે. ગુજરાતના ધોલેરા અને સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે. CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સે સાણંદમાં તેના પ્લાન્ટ શરૂ કર્યા છે, તો ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડે ધોલેરામાં તેના પ્લાન્ટ શરૂ કર્યા છે. લોકોના મનમાં એક પ્રશ્ન છે કે ગુજરાત સેમિકન્ડક્ટર કંપનીઓની પ્રથમ પસંદગી કેમ બની રહ્યું છે.
  5. ગુજરાત સરકારે પોતાને સેમિકન્ડક્ટર હબ બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. સેમિકન્ડક્ટર પોલિસી શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ભારતના સેમિકન્ડક્ટર મિશન સાથે ગુજરાતે તેની સેમિકન્ડક્ટર પોલિસી વર્ષ 2022માં જ રજૂ કરી હતી. સેમિકન્ડક્ટર કંપનીઓ માટે ગુજરાત સરકાર દ્વારા ઈકો સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.
  6. ગુજરાત સરકાર દ્વારા સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે કંપનીઓને જમીન ફાળવવામાં આવી છે. તો સેમિકન્ડક્ટર કંપનીઓ માટે ગુજરાતને પ્રથમ પસંદગી બનાવવા તરફ રાજ્ય સરકાર સકારાત્મક વાતાવરણ ઉભું કરી રહી છે. આ ઉપરાંત દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ બનાવવા રાજ્ય સરકારે ટાટા જૂથને ધોલેરામાં 160 એકર જમીન ફાળવી છે.
  7. ધોલેરાની વાત કરીએ તો અમદાવાદથી 100 કિલોમીટર દૂર આવેલું શહેર ધોલેરા ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સિટી તરીકે ઉભરી રહ્યું છે. તેની સરખામણી સિંગાપોર સાથે કરવામાં આવે છે. આ શહેર અમદાવાદ કરતાં પણ મોટું છે. જે 920 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે.
  8. ધોલેરા ગુજરાતના મુખ્ય ચાર શહેરો અમદાવાદ, રાજકોટ, બરોડા, અને ભાવનગર સાથે જોડાયેલું છે. એરપોર્ટ, 6 લેન એક્સપ્રેસ વે, મેટ્રો રેલ નેટવર્ક તેની કનેક્ટિવિટીમાં વધારો કરે છે. આ ઉપરાંત વિશ્વના દેશોમાં માલ-સામાનનો સપ્લાય કરવા માટે ધોલેરાથી દરિયા માર્ગે જવા માટે સૌથી ટૂંકો રસ્તો છે. તો કંપનીઓને સરકારની પોલિસીનું સમર્થન મળી રહ્યું છે, તેથી અહીં રોકાણ કરવું સરળ છે.
  9. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસીનો હેતુ વ્યૂહાત્મક ક્ષેત્રમાં સપ્લાય ચેઈનના વૈશ્વિક પુનર્ગઠનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનો છે. ધોલેરામાં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક ઈકોસિસ્ટમ ઉપલબ્ધ છે. ગુજરાત સરકાર દ્વારા ધોલેરાને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) તરીકે વિકસાવવામાં આવ્યું છે.
  10. વૈશ્વિક કંપનીઓને રોકાણ કરવા આકર્ષે તેવી અદ્યતન ઔદ્યોગિક ઉપયોગિતાઓ ધોલેરામાં ઉપલબ્ધ છે. ઔદ્યોગિક સુવિધાઓ અને સરકારની સંડોવણી તેને સેમિકન્ડક્ટર કંપનીઓ માટે યોગ્ય વ્યૂહાત્મક સ્થાન બનાવે છે. જેના કારણે આજે ધોલેરા ગુજરાતના સેમીકોન સિટી તરીકે ઉભરી રહ્યું છે.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: China and Taiwan, first choice, for semiconductor companies, gujarat

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 2, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘કોંગ્રેસ અને પાકિસ્તાનની પાર્ટનરશીપ ખુલ્લી પડી’ PM મોદીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
Next Article ચશ્મા પર ચોંટેલી ધૂળ અને આંગળીઓના નિશાનને આ રીતે કરો દૂર, જાણો ચશ્મા સાફ કરવાની સરળ ટિપ્સ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?