Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 32°C

શું PM મોદી પછી યોગી આદિત્યનાથ બનશે વડાપ્રધાન? યુપી CMએ આપ્યું મોટું નિવેદન

શું PM મોદી પછી યોગી આદિત્યનાથ બનશે વડાપ્રધાન? યુપી CMએ આપ્યું મોટું નિવેદન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા  આપવામાં આવેલા ઇન્ટરવ્યુની ઘણી વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સીએમ યોગીને વડા પ્રધાન પદ વિશે પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જેનો તેમણે ગોળગોળ જવાબ આપ્યો હતો પરંતુ ખુલ્લેઆમ કંઈ કહ્યું ન હતું.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, “હું ઉત્તર પ્રદેશનો મુખ્યમંત્રી છું, પાર્ટીએ મને ઉત્તર પ્રદેશના લોકો માટે અહીં મૂક્યો છે અને રાજકારણ મારા માટે ફૂલટાઇમ જોબ નથી. તે ઠીક છે, અમે હાલમાં અહીં કામ કરી રહ્યા છીએ પરંતુ વાસ્તવમાં, હું છું તો યોગી જ… અમે લોકો જ્યાં સુધી કામ છે, કરી રહ્યા છીએ.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કેટલો સમય કામ કરશે, ત્યારે તેમણે કહ્યું કે એની એક સમય મર્યાદા હોય છે.

શું યોગીને ભાજપના કેન્દ્રીય નેતાઓ સાથે મતભેદ છે?

ભાજપના કેન્દ્રીય નેતાઓ વચ્ચે મતભેદોના અહેવાલોને નકારી કાઢતા, સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે તેઓ પાર્ટીના કારણે જ મુખ્યમંત્રીની ખુરશી પર છે. તેમણે કહ્યું, “કેન્દ્રીય નેતાઓ સાથે મતભેદ કરીને હું અહીં બેસી રહી શકું છું? તેમણે એમ પણ કહ્યું કે કહેવા માટે તો કોઈ પણ કંઈ પણ કહી શકે છે પરંતુ કોઈનું મોં બંધ થોડી કરી શકાય છે.

RSS દ્વારા આપવામાં આવતા સમર્થન વિશે પૂછવામાં આવતા, યોગી આદિત્યનાથે કહ્યું કે RSS એવા લોકોને પસંદ કરશે જેઓ ભારત પ્રત્યે વફાદાર છે. જેઓ ભારત પ્રત્યે વફાદાર નથી, RSS એમને રસ્તા પર લાવવા માટે, સાચા રસ્તા પર આવવા માટે પ્રરણા જ આપી શકે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમનું પ્રાથમિક કામ ઉત્તર પ્રદેશના લોકોની સેવા કરવાનું છે જે તેમની પાર્ટીએ તેમને સોંપ્યું છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.