ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપોરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. જ્યારે વાવાઝોડાને પગલે કચ્છમાં પવનચક્કીઓ બંધ કરાઈ છે.
અલગ – અલગ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી પવનચક્કીઓ બંધ કરવામાં આવી છે.
ગુજરતમાં સૌથી વધુ પવન ચક્કીઓ કચ્છ જિલ્લામાં આવેલી છે. કચ્છના માંડવી અને આસપાસના વિસ્તારમાં પવનચક્કીઓ પણ બંધ કરાઈ છે. વહેલી સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પવનચક્કીઓ બંધ કરાઈ છે. ઓટોમેટીક લોક સિસ્ટમથી પવનચક્કીઓ બંધ કરવામાં આવી છે.