આણંદના ઓડ નગરમાં તા-૨૧ મીના રોજ ઓડ ખાતે વિના મૂલ્યે આંખની તપાસ, મોતિયાના ઓપરેશન,ચશ્મા તેમજ આંખની તમામ સમસ્યાઓનું શંકરા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર દ્વારા નિદાન શિબિરનું આયોજન કરાયેલ
આ શિબિરમાં ૨૫૭ કેસ નોંધાયા તેમાં વિના મૂલ્યે ૨૬૨ દૂર તેમજ નજીકના ચશ્મા તેમજ ૨૨ કેસ મોતિયાના ઓપરેશન માટે શંકરા આઇ હોસ્પિટલ મોગર ખાતે ખસેડવામાં આવ્યા
આયોજનમાં શંકરા આઈ હોસ્પિટલ સ્ટાફ અને મેડીકલ સ્ટાફ,ઓડ સમાજસેવી ભાવેશ સોની, ભરતભાઈ,દિલીપભાઈ,ભાવનાબેન,બાબુભાઈ,અશોકભાઈ,પત્રકાર રમેશભાઈ રાણા,પત્રકાર દિલીપભાઈ તેમજ સેવાભાવી ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.