ટેક્નોલોજી ખૂબ જ એડવાન્સ થઈ ગઈ છે અને તમે આ વાત પરથી અંદાજ લગાવી શકો છો કે વૈજ્ઞાનિકોએ રોબોટિક હાથ તૈયાર કર્યો છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે રોબોટિક હાથ જેવો દેખાતો હાથ ક્યારેય માનવ શરીરમાં લગાવવામાં આવી શકે છે? પરંતુ હવે આ અસંભવને પણ વૈજ્ઞાનિકોએ સંભવ બનાવી દીધું છે.
વૈજ્ઞાનિકોએ એક Bionic Hand તૈયાર કર્યો છે, જેને માનવ શરીર સાથે ફીટ કરી શકાય છે, આ હાથ કોઈ સામાન્ય હાથ નથી, પરંતુ આ હાથ પાછળની ટેકનોલોજી ખરેખર વખાણવા યોગ્ય છે. વૈજ્ઞાનિકોએ આ બાયોનિક હાથ કોના માટે તૈયાર કર્યો અને આ હાથ શરીર સાથે કેવી રીતે જોડાયેલ છે?
શું હતો સમગ્ર મામલો?
0 વર્ષ પહેલાં ખેતી કરતી વખતે એક સ્વીડિશ મહિલાએ અકસ્માતમાં તેનો જમણો હાથ ગુમાવ્યો હતો. સાયન્સ રોબોટિક્સ જર્નલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સ્વીડિશ, ઓસ્ટ્રેલિયન, ઈટાલિયન અને અમેરિકન સંશોધકોની ટીમે એક મહિલા માટે Bionic Hand તૈયાર કર્યો છે.
સંશોધકો કહે છે કે આ ટેક્નોલોજી પાછળનું વિજ્ઞાન ખરેખર ખૂબ જ જોરદાર છે. આ કૃત્રિમ અંગ 2017માં આ મહિલાની નસો, હાડકાં અને સ્નાયુઓ સાથે જોડાયેલું હતું. બાયોનિક હાથ મળ્યા બાદ આ મહિલાનું કહેવું છે કે તેમાં ઘણો સુધારો થયો છે અને દુખાવો પણ પહેલા કરતા ઓછો થયો છે.
હાથ લાગ્યા પહેલા કેવું લાગતુ હતુ?
આ સ્વીડિશ મહિલાએ જણાવ્યું કે બાયોનિક હાથ મેળવતા પહેલા એવું લાગ્યું કે મારો હાથ ગ્રાઇન્ડરમાં છે. બાયોનિક હેન્ડ પહેલા પ્રોસ્થેટિક ડિવાઈસ લગાવવામાં આવ્યું હતું, પરંતુ આ ડિવાઈસ અસુવિધાજનક અને એકદમ મારા માટે બોજારૂપ હતું, પરંતુ સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવેલા Bionic Hand પછી બધું બદલાઈ ગયું હતું.
આ સ્વીડિશ મહિલાએ જણાવ્યું હતું કે લગાવ્યાની પ્રક્રિયા પછી, ફેન્ટમ અંગમાં દુખાવો 10 પોઈન્ટ પેઈન સ્કેલ પર 5થી 3 થઈ ગયો હતો. આ ઉપરાંત સ્ટમ્પનો દુખાવો જે અગાઉ 6 તરીકે નોંધાયેલ હતો તે હવે ઠીક થઈ ગયો છે.
પ્રોસ્થેટિક ઉપકરણમાં સમસ્યા છે
સ્ટડી લીડર મેક્સ ઓર્ટીઝ કેટાલાન સ્થિત સેન્ટર ફોર બાયોનિક્સ એન્ડ પેઈન રિસર્ચના ડિરેક્ટર) કહે છે કે પ્રોસ્થેટિક ઉપકરણોની સૌથી મોટી સમસ્યા નબળા કંટ્રોલની છે.
આ ડિવાઈસ તદ્દન અસુવિધાજનક હોય છે અને દાખલ કરવામાં આવે ત્યારે દર્દીને પીડા થાય છે કારણ કે આ ઉપકરણો સામાન્ય રીતે સોકેટ દ્વારા અવશેષ અંગ સાથે જોડાયેલા હોય છે. આ તમામ સમસ્યાઓથી પીડાતા દર્દીઓની મુશ્કેલીઓ દૂર કરવા માટે સંશોધકોએ નવો રોબોટિક હાથ વિકસાવવાનું કામ શરૂ કર્યું હતું.
આ બાયોનિક હાથ કોણે બનાવ્યો?
આ બાયોનિક હેન્ડને ઈટાલિયન રોબોટિક્સ કંપની Prensiliaએ ડેવલપ કર્યું છે. કંપનીનું કહેવું છે કે આ ડિવાઈસને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે આ ડિવાઈસ ઈન્સ્ટોલ કર્યા બાદ દર્દી રોજના 80 ટકા કામ સરળતાથી કરી શકશે.
હાડકા સાથે કેવી રીતે જોડાયેલો છે હાથ?
Ortiz-Catalanને આ બાયોનિક હાથ વિશે માહિતી આપી છે કે આ ઉપકરણને ઓસીઓ (બોન) ઈન્ટીગ્રેટેડ ઈમ્પ્લાન્ટ દ્વારા જોડવામાં આવ્યું છે. આ ઇમ્પ્લાન્ટ કૃત્રિમ અંગો અને ઇલેક્ટ્રોડ વચ્ચેના પ્રવેશદ્વાર તરીકે કામ કરે છે જે ચેતા અને સ્નાયુઓમાં રોપવામાં આવ્યા છે.
AIનો સપોર્ટ
ઇલેક્ટ્રોડ ચેતા નિયંત્રણ માહિતી એકત્રિત કરવાનું કામ કરે છે, ત્યારબાદ આ માહિતી કમ્પ્યુટર પર પ્રસારિત થાય છે, જે AI સોફ્ટવેરનો ઉપયોગ કરીને હાથને માર્ગદર્શન આપે છે.