લાખો લોકોને ખોરાક અને આજીવિકા પૂરી પાડીને અને ઓક્સિજન ઉત્પન્ન કરીને મહાસાગરો પૃથ્વી પર જીવન ટકાવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.જો કે, તેઓ પ્રદૂષણ,અતિશય માછીમારી, રહેઠાણનો વિનાશ અને આબોહવા પરિવર્તન જેવા અસંખ્ય જોખમોનો સામનો કરે છે.વિશ્વ મહાસાગર દિવસ નો ઉદ્દેશ્ય આ મુદ્દાઓને પ્રકાશિત કરવાનો અને ભવિષ્યની પેઢીઓ માટે આપણા મહાસાગરોનું રક્ષણ અને જાળવણી કરવા માટેના પગલાંને પ્રેરણા આપવાનો છે.
ભાવનગર આરએસસી ખાતે વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા તથા ક્ષિતિજ ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ ઓશિયન ડે ની ઉજવણી કરવામાં આવી હતી,જેમાં વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દેહરાદુન ખાતે થી રિસર્ચર તથા એક્સપર્ટ સ્પીકર આવેલ હતા.જેને બાળકો ને મહાસાગરો માં રહેલ વન્યજીવ ના સંરક્ષણ માટે જાગૃત કરી અને વર્લ્ડ ઓશિયન ડે ૨૦૨૪ ની થીમ AWAKEN NEW DEPTHS ને વિસ્તૃત રીતે સમજાવી હતી.
આમ ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ની મરીન એકવેટિક ગેલેરીમાં એક નવી પ્રજાતિ, બ્રાઉનબેન્ડેડ બામ્બુ શાર્ક નો સમાવેશ કરવામાં આવ્યો હતો.આ ગેલેરી મુલાકાતીઓ માટે હોટફેવરિટ રહી છે. આ ગેલેરી માં માછલી ની ઘણી બધી પ્રજાતિઓ છે.
આ કાર્યક્રમ માં ભાવનગર ની જુદી જુદી શાળા ના 200 જેટલા બાળકો તથા અન્ય મુલાકાતીઓ એ ભાગ લીધો હતો.
આ પ્રસંગે ભાવનગર યુનિવર્સિટી ના પ્રાધ્યાપક અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.