સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, સ્થાનિક સમય અનુસાર ગુરુવારે સાંજે WWE સ્ટાર બ્રે વાયટનું 36 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન થયું છે. ભૂતપૂર્વ ચેમ્પિયનના નિધનથી સમગ્ર કુસ્તી જગતને હચમચાવી દીધું હતું.
Just received a call from WWE Hall of Famer Mike Rotunda who informed us of the tragic news that our WWE family member for life Windham Rotunda – also known as Bray Wyatt – unexpectedly passed earlier today. Our thoughts are with his family and we ask that everyone respect their…
— Triple H (@TripleH) August 24, 2023
WWE દ્વારા શુક્રવારે સવારે 5 વાગ્યાની આસપાસ આ માહિતી શેર કરવામાં આવી હતી. આ પછી, કંપનીના ચીફ કન્ટેન્ટ ઓફિસર ટ્રિપલ એચએ પણ સમાચારની પુષ્ટિ કરી અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને શોક સંદેશ લખ્યો હતો.
ટ્રિપલ એચ એ ભારતીય સમય અનુસાર સવારે લગભગ 4 વાગે ટ્વિટ કરીને આ સમાચારની પુષ્ટિ કરી હતી. તેમણે લખ્યું કે, હમણાં જ મને WWE હોલ ઓફ ફેમર માઈક રોટુન્ડા તરફથી કોલ કરીને આ ઘટના વિશે માહિતી મળી છે. તેમણે મને જણાવ્યું કે, તેના પરિવારના સભ્ય વિન્ડહેમ રોટુન્ડા જે બ્રે વ્યાટ તરીકે જાણીતા છે તેમનું આજે અચાનક હાર્ટ અટેકથી નિધન થઇ ગયુ છે.
2010માં શરૂ કરી હતી WWE
બ્રે વાયટે વર્ષ 2010માં WWE સાથે તેની સફરની શરૂઆત કરી હતી. પછી એ જ વર્ષે તેમણે કંપની પણ છોડી દીધી. આ પછી, 2013માં, તેઓ ફરીથી વાયટ કંપનીના વડા તરીકે જોડાયા. તે ત્રણ વખતના વર્લ્ડ ચેમ્પિયન રહ્યાં હતા, જેમાં તેમણે એક વખત WWE ચેમ્પિયન અને બે વખત યુનિવર્સલ ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યુ હતુ.
બ્રે વાયટના જીવનમાં ઘણી મોટી મેચો આવી હતી પરંતૂ સૌથી મોટી મેચ રેસલમેનિયા 31ની મેચ હતી જ્યારે તેમણે 2015માં અંડરટેકરનો સામનો કર્યો હતો.