જો તમે પણ બાઇક અથવા સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે 90 હજાર રૂપિયાના બજેટમાં કઇ બાઇક અને સ્કૂટર ખરીદી શકાય છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી પણ તમે નો-કોસ્ટ EMI વિકલ્પ સાથે ઘણા શાનદાર બાઇક અને સ્કૂટર ખરીદી શકો છો.
Hero Splendor+ (i3S)
આ Hero Splendor 97.2cc એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિનથી સજ્જ છે, જે 8000 rpm પર 8.02 PSનો પાવર અને 5000 rpm પર 8.05 Nmનો ટાર્ક જનરેટ કરે છે. તમે ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી આ પાવરફુલ એન્જિન બાઇકને 76,786 રૂપિયામાં ખરીદી શકો છો. પ્લેટફોર્મ પર આ બાઇકના 2 વર્ઝન ઉપલબ્ધ છે.
Hero Glamour (Drum)
હીરોની આ બાઇક સસ્તી અને સારી માઇલેજ આપતી 125 સીસી કમ્યુટર બાઇક છે. તેની ડિઝાઇન એકદમ સ્ટાઇલિશ છે, હીરો ગ્લેમર (ડ્રમ) 55 kmpl ની માઇલેજ આપે છે, જે તેમારા માટે દૈનિક મુસાફરી માટે સારો વિકલ્પ છે. આ બાઇક તમે ફ્લિપકાર્ટ પરથી 82,598 રૂપિયામાં ખરીદી શકો છો. જો તમે બાઇકને બદલે સ્કૂટર ખરીદવા માંગો છો, તો 90 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં આ સ્કૂટર ખરીદી શકો છો.
Ampere Reo Li Plus
આ સ્કૂટીમાં 1.34 kWh લિથિયમ-આયન બેટરી છે, જે સિંગલ ચાર્જ પર 70 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. તેને ફુલ ચાર્જ થવામાં 6 કલાક લાગે છે. આ EVમાં તમને LED હેડલાઇટ અને ટેલલાઇટ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, USB ચાર્જિંગ પોર્ટ અને સ્ટોરેજ સ્પેસ જેવી સુવિધાઓ મળે છે. તમે તેને ઓનલાઈન 59,900 રૂપિયામાં ખરીદી શકો છો.
Joy e-bike Wolf Eco
તમને આ ઈ-બાઈક ખૂબ જ ઓછી કિંમતમાં મળી રહી છે. સૌથી સારી વાત એ છે કે તમારે તેને ખરીદવા માટે કોઈ શોરૂમમાં જવું પડશે નહીં. તમે ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો અને ડિલિવરી મેળવી શકો છો. ઇ-બાઇકમાં 250 W BLDC ઇલેક્ટ્રિક મોટર છે જે ફુલ ચાર્જ પર લગભગ 60 કિલોમીટરની રેન્જ આપે છે. તેની ટોપ સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાક છે. તમે તેને ફ્લિપકાર્ટ પરથી 8 ટકા ડિસ્કાઉન્ટ સાથે માત્ર 84,000 રૂપિયામાં ખરીદી શકો છો.