ટેક્નોલોજીના આ યુગમાં હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સાથે જોડાયેલ મોટાભાગના કાર્યો ઓનલાઇન થઈ શકે છે. EPFOમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર હોવો ખુબજ જરૂરી છે, કારણ કે પાસવર્ડ રીસેટ, બેલેન્સ ચેક, ક્લેમની સ્થિતિ અને અન્ય સેવાઓ માટે OTP રજિસ્ટર્ડ નંબર પર જ મોકલવામાં આવે છે. જો તમારો મોબાઇલ નંબર અપડેટ નથી કે તમે નવો નંબર લીધો છે, તો તમે થોડા સરળ પગલાંમાં તેને ઘરે બેઠા અપડેટ કરી શકો છો.
PF એકાઉન્ટમાં કેવી રીતે અપડેટ કરશો મોબાઇલ નંબર?
EPFOની અધિકૃત વેબસાઈટ પર જઈને આ પ્રક્રિયા કરી શકાય છે.
સૌથી પહેલા સભ્યએ પોતાના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN), પાસવર્ડ અને કેપ્ચા કોડની મદદથી લૉગિન કરવું પડે છે.
ત્યારબાદ ‘Manage’ ટૅબમાં જઈને Contact Details વિકલ્પ પસંદ કરવો.
અહીં નવો મોબાઇલ નંબર બે વાર દાખલ કર્યા પછી ‘Get Authorization PIN’ પર ક્લિક કરવું.
તમારા નવા નંબર પર 4 અંકનો પિન આવશે, જેને દાખલ કર્યા પછી ‘Save Changes’ પર ક્લિક કરવું પડશે.
ત્યારબાદ EPFO દ્વારા મોબાઇલ નંબર અપડેટ થવાની પુષ્ટિ SMS દ્વારા મોકલવામાં આવશે.












