માનનીય મંત્રીશ્રી ભીખુસિહંજી પરમારની ઉપસ્થિતિમાં બાયડ કુમાર છાત્રાલય અને મોડાસા કુમાર છાત્રાલય ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો.
મંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું; ભારત પાસે આજે વિશ્વમાં સૌથી વધુ યુવા શક્તિ છે. યુવાનો જોશથી ભરેલા હોય છે. યુવા વસ્તીનો અર્થ કાર્યશીલ વસ્તી એવો પણ થાય. એટલે કે આજે ભારતમાં નાના બાળકો અને અકાર્યશીલ એવા વૃદ્ધો કરતાં યુવાનોની સંખ્યા પ્રમાણમાં વધારે છે. આંખોમાં આશાઓ અને નવા નવા સપના સાથે ઉડાન ભરતા આજના યુવાનોના મનમાં કંઈક નવું કરવાની ભાવના હોય છે. યુવાઓમાં એમના સપના પૂરા કરવાની તાકાત અને આખી દુનિયાને પોતાની મૂઠ્ઠિમાં કરવાનું સાહસ હોય છે. આ જ સાહસ અને પ્રબળ ઇચ્છશક્તિને કારણે જ એમને યુવાન કહેવાય છે. યુવાનીમાં જ આપણે આપણી છબી એવી શ્રેષ્ઠ બનાવી દેવાની કે જેથી પાછળ જતા પસ્તાવો ના થાય. યુવાન તરીકે આપણા ફેમિલી, સમાજ, દેશ માટે એવા કાર્યો કરવા કે જે આપણા જીવનનો વિકાસ કરે છે. જેથી કરીને આવનાર ભવિષ્યમાં બધા આપણને આદર્શ બનાવે.’
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોર્ચા પ્રમુખશ્રી ગૌતમ ગેડિયાએ આજના યુવાધનને સમાજ માટે આગળ આવીને વિકાસ સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારશ્રીની વંચિતો માટેની યોજનાઓ જાણીને અભ્યાસ કરીને સમાજને સાચી દિશામાં આગળ વધારવાનું ઉમદા પગલું ભરવા માટે વિધાર્થીઓને પ્રેરિત કર્યાં.વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી અનેક યોજનાઓ થકી નવા આયોજનોથી આજની યુવા પેઢીને નવા આયામોથી સજ્જ કરવા માંગે છે. જેનાથી દરેક યુવાન તે લાભ મેળવે તેવુ સૂચન કર્યુ.
બાયડ અને મોડાસા ખાતે છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં વિકસિત ભારત,આજનું ભારત,ભારત દેશના વિકાસ જેવા અનેક વિષયો ઉપર સંવાદ યોજાયો હતો.
બાયડ ખાતે યુવા સવાંદ કાર્યક્રમમાં બાયડ ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા,ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોર્ચા પ્રમુખશ્રી ગૌતમ ગેડિયા,બાયડ નગરપાલિકા પ્રમુખશ્રી,સાબરકાંઠા લોકસભા પ્રભારીશ્રી નટુંભાઈ પરમાર,સાબરકાંઠા પ્રભારીશ્રી કેવલભાઈ વણકર,અનુસુચિત જાતિ મોર્ચો અરવલ્લી પ્રમુખશ્રી દિનેશભાઈ ,અન્ય સામાજિક પદાધિકારીશ્રીઓ તેમજ બાયડ છાત્રાલયના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
મોડાસા ખાતે યુવા સવાંદ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખશ્રી,નીરજભાઈ શેઠ,કુમાર છાત્રાલયમાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.