Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 31°C

૫૦ લાખ મુસ્લિમો રસ્તા પર ઉતરે વકફ બોર્ડ મુદ્દે જાકિર નાઇકની ઉશ્કેરણી

૫૦ લાખ મુસ્લિમો રસ્તા પર ઉતરે વકફ બોર્ડ મુદ્દે જાકિર નાઇકની ઉશ્કેરણી

કટ્ટરવાદી ઈસ્લામિક પ્રચારક જાકિર નાઈકે પ્રસ્તાવિત વકફ ખરડાનો વિરોધ કર્યો છે. આટલેથી જ ન અટકતા ભાગેડુ ઈસ્લામિક પ્રચારકે ભારતીય મુસલમાનોને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે અને જણાવ્યું છે કે તમારે લોકોએ એકજૂથ થઈ વિરોધ કરવો પડશે. વર્તમાન ભાજપ અને તેની જોડાણવાળી સરકાર છેલ્લા દસ વર્ષ જેટલી તાકાતવર નથી. તેથી મજબૂતીથી વિરોધ કરશો તો તે પારોઠનાં પગલાં ભરશે.

ભાજપની સરકાર પહેલાં જેટલી મજબૂત ન હોવાથી પ્રબળ વિરોધ કરો તો તેણે પાછું પડવું પડશે : નાઈકનો દાવો

જાકિર નાઇકે વિડીયો જારી કરીને જણાવ્યું છે કે ભારતમાં વધુ મુસલમાન છે. હવે તેમાથી અઢી ટકા એટલે કે ૫૦ લાખથી લોકો વિરોધ કરશે તો આ શકાય છે. જાકિર નાઇકે એક જારી કરી અને મુસલમાનોને કરી જણાવ્યું કે તમે લોકો તેની સામે મતદાન કરો. જાકિર નાઈકે વકફની સંપત્તિને ફક્ત મુસલમાનોની સંપત્તિ  બતાવતા જણાવ્યું હતું કે ભારતમાં જમીનના કેસમાં વકફ બોર્ડ ત્રીજા નંબરે છે. આ કોઈ જાહેર સંપત્તિ નથી. આ હું ભારતના બિનમુસલમાનોને બતાવવા ઇચ્છું છું. તેના હેઠળ જે જમીન આવે છે, તેને મુસલમાનોએ ઇતિહાસમાં દાન કરી છે. તેમા કોઈ ગેરમુસ્લિમ દખલગીરી કરી ન શકે અને ભારતનું બિલને રોકી બંધારણ તેની સુરક્ષા પૂરી પાડે છે.

જાકિર નાઇકે જણાવ્યું હતું કે આ વખતે ભાજપની સરકાર તેટલી મજબૂત નથી જેટલી તે છેલ્લાં દસ વર્ષમાં હતી. તેની સાથે વિપક્ષ પહેલાના મુકાબલે સારી સ્થિતિમાં છે. જાકિર નાઈકે જણાવ્યું હતું કે આ બિલ પાસ થયું તો હજારો મદરેસાઓ, મસ્જિદો અને કબ્રસ્તાનોને મુસલમાનો પાસેથી છીનવી શકાય છે. જો આપણે તેને રોકી | ન શક્યા તો આપણી ભાવિ પેઢીઓ આપણને માફ નહીં કરે.

જાકિર નાઈક કેટલીય વખત વિવાદાસ્પદ નિવેદન આપતો રહે છે. ધર્માંતરણ કરવા, હિંદુ દેવીદેવતાઓ પર વાંધાજનક ટિપ્પણીઓ કરવાથી લઈને તેના પર સવાલ ઉઠતા રહ્યા છે. હાલમાં તે મલેશિયામાં વસેલો છે અને તે ત્યાંથી જ વિડીયો જારી કરતો રહે છે. ભારતમાં તેની સામે મની લોન્ડરિંગ, નફરત ફેલાવવાનો અને ગેરકાયદેસરની  પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો આરોપ છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.