Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

Zomato, Swiggy એ કરી ખાસ વ્યવસ્થા, કર્મચારીઓને ગરમીથી મળશે રાહત

Zomato, Swiggy એ કરી ખાસ વ્યવસ્થા, કર્મચારીઓને ગરમીથી મળશે રાહત

ભારતના ઘણા રાજ્યો હાલ ભારે ગરમી અને હીટ વેવની ઝપેટમાં છે. રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા શહેરોમાં તાપમાન 50 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. ત્યારે ઝોમેટો, બ્લિંકિટ અને ફ્લિપકાર્ટ જેવી ફૂડ ડિલિવરી અને ઈ-કોમર્સ કંપનીઓએ તેમના ડિલિવરી પાર્ટનર્સને લૂ અને ગરમીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરી છે.

ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ ડિલિવરી પાર્ટનર્સ માટે દેશભરમાં 450 થી વધુ એવી જગ્યાઓ બનાવી છે, જ્યાં કર્મચારીઓ આરામ કરી શકે છે. આરામની સાથે, આ જગ્યા પર ડિલિવરી પાર્ટનર્સને મફત ઠંડુ પાણી, મોબાઇલ ચાર્જિંગ, મોબાઇલ પોઇન્ટ અને સ્વચ્છ શૌચાલય વ્યવસ્થા કરવામાં આવશે.

250 શહેરોમાં ખાસ વ્યવસ્થા

દેશભરમાં વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને ઝોમેટોએ તેના ડિલિવરી કર્મચારીઓ માટે 250 શહેરોમાં 450 થી વધુ સ્થળોએ વિશેષ આરામની વ્યવસ્થા કરી છે. આ સ્થળોએ, ડિલિવરી પાર્ટનર્સને સ્વચ્છ અને ઠંડુ પીવાનું પાણી તેમજ ગ્લુકોઝ, જ્યુસ વગેરેની સુવિધા મળશે.

Zomato CAO રાકેશ રંજને કહ્યું કે જો કોઈ ડિલિવરી પાર્ટનર્સની તબિયત બગડે છે, તો તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ સુવિધા 530 શહેરોમાં શરૂ કરવામાં આવી છે. આ સાથે Zomatoએ ગ્રાહકોને પણ વિનંતી કરી છે કે જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી બપોરે ફૂડ ઓર્ડર કરવાનું ટાળો.

ફ્લિપકાર્ટે આ વ્યવસ્થા કરી છે

ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટના એચઆર લીડર પ્રાજક્તા કાનાગલેકરે જણાવ્યું છે કે આ સમયની ગરમીને ધ્યાનમાં રાખીને અમે અમારા તમામ ડિલિવરી પાર્ટનર્સને વધારાના ગ્લુકોઝ અને પદાર્થોનું વિતરણ કરવાનું શરૂ કર્યું છે. આ સાથે અમે પંખા અને કૂલરની જોગવાઈ કરી છે, જેથી અમારા ડિલિવરી પાર્ટનર્સને થોડી રાહત મળી શકે. આ સાથે અમે તેમને હીટ સ્ટ્રોક અને ગરમીથી બચવા માટે સમયાંતરે સલાહ આપીએ છીએ.

Swiggy Instamart એ પણ આ વ્યવસ્થા કરી

Zomato ની સાથે Swiggyની ડિલિવરી એપ Swiggy Instamart એ પણ તેના ડિલિવરી કર્મચારીઓ માટે આવી જ વિશેષ સુવિધા શરૂ કરી છે. Swiggy Instamart એ મોટા શહેરોમાં આવા 900 થી વધુ ઝોન બનાવ્યા છે, જ્યાં કર્મચારીઓ આરામની સાથે સાથે પાણી, શૌચાલય, મોબાઇલ ચાર્જિંગ વગેરે જેવી સુવિધાઓ પણ મેળવી શકે છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.