ભાવનગરમાં તેમજ ગુજરાત રાજ્યમાં થયેલ સાયબર ક્રાઇમ ની કામગીરી અર્થે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. હર્ષદ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદમાં સાયબર ક્રાઇમની કામગીરી, સાયબર અવેરનેશ, નાણાં પરત (રિફંડ) જેવી પ્રજાલક્ષી કામગીરી તેમજ લોકોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા આવે એ હેતુથી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. હર્ષદ પટેલ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.
ગુજરાત પોલીસે સાયબર કાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. સાયબર ક્રાઈમની તપાસમાં તેમના સહયોગના કારણે અગાઉ લોક થઈ ગયેલા 28,000 બેંક ખાતાઓ અનફીઝ કરવામાં આવ્યા છે. આ પગલું એ પીડિતોને નોંધપાત્ર રાહત આપશે જેઓ ખોટી રીતે પેમેન્ટ સ્વીકારીને છેતરપિંડીનો ભોગ બન્યા હતા અથવા તો અજાણતા આ પ્રકારની યુક્તિઓમાં ફસાઈ ગયા હતા.
ભાવનગર જિલ્લામાં થયેલ સાયબરક્રાઇમની કામગીરી અંગે જણાવ્યું હતું કે તા. ૧ જાન્યુઆરી ૨૦૨૩ થી ૩૧ જુલાઈ ૨૦૨૪ સુધીમાં ૭૦૦૦ થી વધુ નાણાકીય છેતરપિંડીની ફરિયાદ મળી હતી જેમાંથી ૬૦૦૦ થી વધુ અરજીઓમાં આશરે ૧,૮૩,૭૦,૦૦૦ કરોડ રૂપિયા અનફ્રીઝ કરવામાં આવ્યા છે. સાયબર ફ્રોડના ગુનાઓ અટકે એ હેતુથી ૨૪ જેટલા અવેરનેસ કાર્યકમો શાળા, કોલેજ અને મોટી કંપનીઓમાં કરવામાં આવ્યા છે. ૮૫૦૦ થી વધુ લોકોને આ અંગે તાલીમો આપવામાં આવી છે.