એકતા પરેડમાં વિવિધતામાં એકતાના સંદેશ સાથે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૧૦ ટેબ્લો પણ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG), NDRF, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, મણિપુર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પુડુચેરી રાજયના ટેબ્લોએ પોતાના રાજયની વિવિધ સાંસ્કૃતિક વિરાસતોની ઝાંખી કરાવતા “એકત્વ” થીમને પ્રતિબિંબિત કરતા ટેબલોઝ રજુ થયા હતા.

ગુજરાતનો ટેબ્લો: અખંડ ભારતની ગાથા
એકતાનગર ખાતેની ટેબ્લો પરેડમાં ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયેલો અને અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ટેબ્લો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
ગુજરાતના ટેબ્લોનો મુખ્ય ભાગ દેશની તે ઐતિહાસિક ક્ષણને દર્શાવી હતી. જ્યારે સરદાર સાહેબે મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કરકમલોથી ભાવનગર સ્ટેટનું ભારતીય ગણરાજ્યમાં વિલીનીકરણ કરાવીને દેશની એકતાના મિશનનો મજબૂત પાયો નાખ્યો હતો. બન્ને મહાનુભાવોની પ્રતિમા સાથેનો ટેબ્લોએ એક ભારત શ્રેષ્ઠ ભારતનો અનેરો સંદેશો આપ્યો હતો.ટેબ્લોમાં સરદાર સાહેબની મક્કમ નિર્ણય શક્તિના પ્રતીક સમાન સોમનાથ મંદિર ઉપરાંત કચ્છના ભૂકંપના શહીદોની સ્મૃતિમાં બનેલા ભુજ સ્થિત સ્મૃતિવનને પણ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું હતું. જે ગુજરાતના શૌર્ય અને દ્રઢતાનું પણ પ્રતિક છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ જેવા સ્થાનિક એકમોની ઝલક દર્શાવીને રાજ્યની આર્થિક પ્રગતિને પણ ઝાંખી દ્વારા રજૂ કરવામાં આવી હતી.

શૈશવ રાવ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel