આ પ્રભાતફેરીમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, મહિલાઓ તથા વિવિધ સંસ્થાના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શહેરના મુખ્ય માર્ગો પરથી વિક્રમ કરી પ્રભાતફેરી દરમિયાન “ભારત માતા કી જય”, “વંદે માતરમ” અને “મોદી છે તો મુમકીન છે” જેવા દેશભક્તિપૂર્ણ નારા ગૂંજ્યા હતા.
કાર્યકરોએ નાગરિકોને આવનારા આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં ઉમટી પડવા અને પ્રધાનમંત્રીના સંબોધનનો લાભ લેવા વિનંતી કરી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, દેશભક્તિ અને એકતા ના સંદેશથી ગૂંજી ઉઠ્યો હતો.
સ્થાનિક નેતાઓએ જણાવ્યું કે ડેડીયાપાડા માટે આ ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે પ્રધાનમંત્રીનો આગમન આ વિસ્તારના વિકાસને નવી દિશા આપશે.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel