૩ ઓગસ્ટ ૨૦૨૪ સાક્ષરનગરી નડિયાદના આંગણે તાલુકા પેન્શનર ફોરમની વાર્ષિક સામાન્ય સભા -૧૫ મો વાર્ષિક અધિવેશન યોજાયું. સર્વધર્મ પ્રાર્થના, દિપ પ્રાગટય, મહેમાન પરિચય, ફૂલહાર વિધિ ઉત્સવ ઉજવણી સાથે ટ્રસ્ટી મંડળ અને નવિન કારોબારીની
શપથવિધિ ગ્રહણ, અહેવાલ વાંચવા કાર્યક્રમ નો સમય સવારે ૯-૦૦ કલાકે સ્થળ : ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન, પીજ રોડ, નડિયાદ બપોરના ભોજન બાદ ૨-૦૦ વાગ્યે “અમાઇરા કરાઓ કે કલબ અને મ્યુઝીકલ ગ્રુપ” દ્વારા ફિલ્મી ગીતો નવા/જૂના મનોરંજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
પ્રમુખ મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા નિમંત્રણ ને માન આપીને ઉપસ્થિત રહેલ ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. શૈલેષ વાણિયા શૈલ નું આ પ્રસંગે વિશેષ સન્માન ડૉ. કે. પી રાજભારતી પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગ ઐતિહાસિક બની ગયો હતો.