Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 182 ધારાસભ્યોએ એક સાથે વૃક્ષારોપણ કર્યું

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 182 ધારાસભ્યોએ એક સાથે વૃક્ષારોપણ કર્યું

દેશવ્યાપી ‘એક પેડ માઁ કે નામ 3.0’ અભિયાન અંતર્ગત ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સચિવાલય સંકુલ ખાતે વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રીમંડળના સભ્યો અને રાજ્યના તમામ 182 ધારાસભ્યોએ એકસાથે વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણનો સંકલ્પ લીધો હતો.

આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે દરેક ધારાસભ્યના નામ સાથે અલગ-અલગ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વાવવામાં આવેલા વૃક્ષો ભવિષ્યમાં વિધાનસભા અને સચિવાલય પરિસરમાં આ કાર્યક્રમની ચિરંજીવ સ્મૃતિ બની રહે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો.

CM ભૂપેન્દ્ર પટેલે પીપળાનું વૃક્ષ વાવ્યું

વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીપળાનું વૃક્ષ વાવીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. ધારાસભ્ય રિવાબા જાડેજાએ કુસુમનું વૃક્ષ વાવ્યું હતું.

આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બિલીનું વૃક્ષ વાવ્યું હતું, જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આંબાનું વૃક્ષ વાવી અભિયાનમાં ભાગ લીધો હતો.

મંત્રીમંડળના સભ્યોએ વિવિધ પ્રજાતિનાં વૃક્ષો વાવ્યાં

રાજ્યના મંત્રીમંડળના સભ્યોએ પણ અલગ-અલગ પ્રજાતિનાં વૃક્ષોનું વાવેતર કર્યું હતું. કનુ દેસાઈએ કુસુમ, જીતુ વાઘાણીએ કદમ, ઋષિકેશ પટેલે અર્જુન સાદડ, કુંવરજી બાવળિયાએ આંબલી, નરેશ પટેલે સીસમ, અર્જુન મોઢવાડિયાએ જાંબુ અને ડૉ. પ્રદ્યુમ્ન વાજાએ શીમળાનું વૃક્ષ વાવ્યું હતું.

વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ દેશી બદામનું વૃક્ષ વાવ્યું હતું. પ્રફુલ્લ પાનશેરિયાએ કચનાર અને મનીષાબેન વકીલે કાયજેલિયાનું વૃક્ષ વાવીને પર્યાવરણ સંરક્ષણના અભિયાનમાં યોગદાન આપ્યું હતું.

રિવાબા જાડેજા, અમિત ચાવડા અને તુષાર ચૌધરી પણ જોડાયા

વૃક્ષારોપણ અભિયાનમાં પક્ષીય ભેદભાવથી ઉપર ઊઠીને ધારાસભ્યો જોડાયા હતા. રિવાબા જાડેજાએ કુસુમ, અમિત ચાવડાએ શીમળો અને તુષાર ચૌધરીએ આંબલીનું વૃક્ષ વાવ્યું હતું.

આ રીતે સત્તાપક્ષ અને વિપક્ષ સહિત રાજ્યના તમામ 182 ધારાસભ્યોએ એકસાથે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ માટે સામૂહિક સંદેશ આપ્યો હતો.

ધારાસભ્યોના નામ સાથે વૃક્ષો બનશે યાદગાર

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં દરેક ધારાસભ્યના નામ સાથે અલગ-અલગ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પીપળો, બિલી, કુસુમ, કદમ, અર્જુન સાદડ, આંબલી, સીસમ, જાંબુ, શીમળો, દેશી બદામ, બોરસલી, કચનાર અને કાયજેલિયા સહિત વિવિધ પ્રજાતિના વૃક્ષોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ વૃક્ષો મોટા થયા બાદ પરિસરને હરિયાળું બનાવવાની સાથે પક્ષીઓ અને અન્ય જીવસૃષ્ટિને આશ્રય તથા છાંયડો પૂરો પાડશે.

‘વૃક્ષો ચિરંજીવ સ્મૃતિ બની રહેશે’: શંકર ચૌધરી

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે ધારાસભ્યો દ્વારા વાવવામાં આવેલા વૃક્ષો ભવિષ્યમાં વિધાનસભા પરિસરમાં ચિરંજીવ સ્મૃતિરૂપે જળવાઈ રહેશે. આ વૃક્ષો પશુ-પક્ષીઓને આશ્રય અને છાંયડો આપવાની સાથે પર્યાવરણની જાળવણીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

તેમણે વૃક્ષોના મહત્વ અંગે જણાવ્યું હતું કે વૃક્ષો વાતાવરણને શુદ્ધ રાખવામાં, ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ છે.

આગામી પેઢીઓ માટે પર્યાવરણ બચાવવાનો સંદેશ

શંકર ચૌધરીએ જણાવ્યું કે વર્તમાન પેઢીની સાથે આગામી Gen-Z, Alpha, Beta કે Gamma સહિત દરેક પેઢીને જીવન માટે શુદ્ધ હવા અને પ્રાણવાયુની જરૂર રહેશે. તેથી આજથી જ વૃક્ષારોપણ અને પર્યાવરણ જતનને જીવનશૈલીનો ભાગ બનાવવો જરૂરી છે.

તેમણે ગુજરાતના નાગરિકોને પણ ‘એક પેડ માઁ કે નામ 3.0’ અભિયાનમાં સક્રિય રીતે જોડાઈને વૃક્ષારોપણ કરવા અને પર્યાવરણના સંરક્ષણમાં પોતાનું યોગદાન આપવા અપીલ કરી હતી.

182 ધારાસભ્યોનો પ્રકૃતિ રક્ષાનો સામૂહિક સંકલ્પ

ગાંધીનગરમાં યોજાયેલો આ કાર્યક્રમ માત્ર વૃક્ષારોપણ પૂરતો મર્યાદિત ન રહીને પર્યાવરણ સંરક્ષણ માટે સામૂહિક પ્રતિબદ્ધતાનો સંદેશ આપતો કાર્યક્રમ બન્યો હતો. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વિધાનસભાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ, મંત્રીઓ અને તમામ 182 ધારાસભ્યોની ભાગીદારીથી ‘એક પેડ માઁ કે નામ 3.0’ અભિયાનને રાજ્ય સ્તરે વધુ પ્રોત્સાહન મળ્યું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gandhinagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.