click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દિલ્હીમાં 18મી બ્રિક્ઝ સમિટનો પ્રારંભ, હૈદરાબાદ હાઉસ ખાતે વૈશ્વિક નેતાઓ સાથે PM મોદીની મુલાકાત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > દિલ્હીમાં 18મી બ્રિક્ઝ સમિટનો પ્રારંભ, હૈદરાબાદ હાઉસ ખાતે વૈશ્વિક નેતાઓ સાથે PM મોદીની મુલાકાત
Gujarat

દિલ્હીમાં 18મી બ્રિક્ઝ સમિટનો પ્રારંભ, હૈદરાબાદ હાઉસ ખાતે વૈશ્વિક નેતાઓ સાથે PM મોદીની મુલાકાત

બ્રિક્ઝ સમિટ-2026ની ઔપચારિક શરૂઆત શનિવાર, 12 સપ્ટેમ્બરના રોજ થઈ છે. આ મહત્વપૂર્ણ સંમેલનમાં ભારત, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિતના વૈશ્વિક નેતાઓ ભાગ લઈ રહ્યા છે.

Last updated: 2026/09/12 at 10:57 એ એમ (AM)
One India News Team
Share
7 Min Read
SHARE

BRICS Summit 2026ની ઔપચારિક શરૂઆત શનિવાર, 12 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં થઈ છે. બે દિવસીય આ વૈશ્વિક સંમેલનમાં ભારત સહિત બ્રિક્ઝના સભ્ય અને ભાગીદાર દેશોના નેતાઓ તેમજ આઉટરીચ માટે આમંત્રિત મહેમાનો ભાગ લઈ રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત અનેક વૈશ્વિક નેતાઓની હાજરીને કારણે આ સમિટ પર સમગ્ર વિશ્વની નજર છે.

Contents
PM મોદી-શી જિનપિંગ બેઠક પર વિશેષ નજરહૈદરાબાદ હાઉસ ખાતે PM મોદીની દ્વિપક્ષીય બેઠકોઇથોપિયાના પીએમ સાથે પીએમ મોદીની બેઠક રામાફોસાની અદાણી સાથે મુલાકાતદિલ્હી પોલીસે જાહેર કરી ટ્રાફિક એડવાઇઝરી ભારત મંડપમમાં BRICS Summit 2026 માટે કડક સુરક્ષાBRICS Summit 2026ની થીમ શું છે?હોર્મુઝ સ્ટ્રેટ અને વીમા પ્રીમિયમનો મુદ્દો ચર્ચામાંદક્ષિણ આફ્રિકાના પ્રતિનિધિએ ભારતના આયોજનની પ્રશંસા કરીબેલારુસના વિદેશ મંત્રી સહિત વૈશ્વિક મહેમાનો દિલ્હી પહોંચ્યાWHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ ભારત પહોંચ્યાફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ માર્કોસ પણ ભારત પહોંચ્યાBRICS Summitમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સહયોગ પર ફોકસ

PM મોદી-શી જિનપિંગ બેઠક પર વિશેષ નજર

BRICS Summit 2026 દરમિયાન સૌથી વધુ ચર્ચામાં રહેલી બેઠકો પૈકી એક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની દ્વિપક્ષીય મુલાકાત છે. બંને નેતાઓની બેઠક સાંજે યોજાવાની છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધોને ધ્યાનમાં રાખતાં આ મુલાકાત રાજદ્વારી દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

બંને દેશો વચ્ચે વેપાર, આર્થિક સહયોગ અને દ્વિપક્ષીય સંબંધો સહિતના મુદ્દાઓ પર ચર્ચાની શક્યતા છે. આ મુલાકાતથી ભારત-ચીન સંબંધોમાં સુધારો અને નવી ઉષ્માના સંકેત મળે છે કે કેમ તેના પર આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર રહેશે.

હૈદરાબાદ હાઉસ ખાતે PM મોદીની દ્વિપક્ષીય બેઠકો

નવી દિલ્હીમાં આયોજિત બ્રિક્ઝ સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે વિવિધ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. ઇથોપિયા, મલેશિયા, અબુધાબી અને વિયેટનામના નેતાઓ સાથે થયેલી મુલાકાતોમાં દ્વિપક્ષીય સહયોગ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

બપોર બાદ BRICSની પ્રથમ બેઠક શરૂ થવાની સાથે જ સમિટની મુખ્ય રાજદ્વારી ગતિવિધિઓએ વેગ પકડ્યો છે. સાંજે શી જિનપિંગ સાથેની મુલાકાત બાદ ભારત મંડપમ ખાતે વિદેશી મહેમાનો માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.

ઇથોપિયાના પીએમ સાથે પીએમ મોદીની બેઠક 

હૈદરાબાદ હાઉસ ખાતે ભારત અને ઇથોપિયા વચ્ચે દ્વિપક્ષીય બેઠક ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન અબી અહેમદ વચ્ચે ચર્ચા થઈ રહી છે.

#WATCH | Delhi: Prime Minister Narendra Modi holds a bilateral meeting with the Prime Minister of Ethiopia, Abiy Ahmed, on the sidelines of the BRICS Summit 2026.

(Source: DD News) pic.twitter.com/WyuZxHLuEC

— ANI (@ANI) September 12, 2026

રામાફોસાની અદાણી સાથે મુલાકાત

BRICS સમિટમાં ભાગ લેવા ભારત આવેલા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ શનિવારે દિલ્હીમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ મુલાકાતનો વીડિયો જાહેર કર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે આ મુલાકાત 18મી BRICS સમિટ દરમિયાન યોજાયેલા ‘સાઉથ આફ્રિકા બિઝનેસ ડાયલોગ’નો એક ભાગ હતી. તેનો ઉદ્દેશ્ય દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેના વેપાર અને રોકાણના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.

#WATCH | South African President Cyril Ramaphosa met Chairman of the Adani Group, Gautam Adani, in Delhi.

The Presidency of the Republic of South Africa tweets, "The meeting forms part of South Africa’s business engagements on the margins of the 18th BRICS Summit, supporting… pic.twitter.com/DUv4Y2RY94

— ANI (@ANI) September 12, 2026

દિલ્હી પોલીસે જાહેર કરી ટ્રાફિક એડવાઇઝરી 

દિલ્હીમાં યોજાઈ રહેલી 18મી BRICS સમિટને લઈને દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને શનિવારે સવારે 9:30 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી લ્યુટિયન્સ દિલ્હી, ભારત મંડપમ અને આસપાસના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયંત્રિત અને ડાયવર્ટ કરવામાં આવશે. દિલ્હી પોલીસના ટ્રાફિક એડવાઇઝરી મેપમાં સેન્ટ્રલ દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં નિયંત્રિત રસ્તાઓ, પ્રતિબંધિત વિસ્તારો, વૈકલ્પિક માર્ગો અને ડાયવર્જન પોઈન્ટ્સ દર્શાવવામાં આવ્યા છે.

#WATCH | Delhi: Visuals from outside Bharat Mandapam, where the 18th BRICS Summit is going to take place from today, 12th September.

The Summit will bring together leaders of BRICS Member and Partner Countries as well as Outreach Invitees. The theme for this year's Summit is… pic.twitter.com/qx5of8NoRD

— ANI (@ANI) September 12, 2026

ભારત મંડપમમાં BRICS Summit 2026 માટે કડક સુરક્ષા

18મી BRICS Summitને ધ્યાનમાં રાખીને ભારત મંડપમ અને આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, સરકારના વડાઓ અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિઓ દિલ્હીમાં હાજર હોવાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક છે.

આ સમિટમાં બ્રિક્ઝના સભ્ય અને ભાગીદાર દેશોના નેતાઓ ઉપરાંત આઉટરીચ કાર્યક્રમ માટે આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ભાગ લઈ રહ્યા છે.

#WATCH | Delhi: Security checks underway at Bharat Mandapam ahead of the 18th BRICS Summit, beginning today, September 12.

The Summit will bring together leaders of BRICS Member and Partner Countries, along with Outreach Invitees. This year’s theme: “Building for Resilience,… pic.twitter.com/TmqIfPtV3P

— ANI (@ANI) September 12, 2026

BRICS Summit 2026ની થીમ શું છે?

આ વર્ષની BRICS Summitની થીમ “સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉ વિકાસ માટે નિર્માણ” રાખવામાં આવી છે. સમિટ દરમિયાન વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, ટેક્નોલોજી, વિકાસ, ઊર્જા સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થવાની છે.

ભારત BRICSનું સ્થાપક સભ્ય છે અને અગાઉ વર્ષ 2012, 2016 અને 2021માં સંગઠનની અધ્યક્ષતા કરી ચૂક્યું છે. 2026ની સમિટ વૈશ્વિક સ્તરે ભારતની રાજદ્વારી અને આર્થિક ભૂમિકાને વધુ મજબૂત રીતે રજૂ કરવા માટે મહત્વપૂર્ણ મંચ બની છે.

હોર્મુઝ સ્ટ્રેટ અને વીમા પ્રીમિયમનો મુદ્દો ચર્ચામાં

BRICS Business Forum દરમિયાન વૈશ્વિક વેપાર સામેના પડકારો પર પણ ચર્ચા થઈ હતી. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટમાં અસ્થિરતા અને તેના કારણે પરિવહન તથા વીમા પ્રીમિયમ પર પડતી અસર જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા.

ઊર્જા અને વૈશ્વિક સપ્લાય ચેઇન માટે હોર્મુઝ સ્ટ્રેટનું વ્યૂહાત્મક મહત્વ હોવાથી અહીંની અસ્થિરતાની સીધી અસર આંતરરાષ્ટ્રીય વેપાર અને ઊર્જા બજાર પર પડી શકે છે. BRICS દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવાના સંદર્ભમાં આવા પડકારોનું સમાધાન પણ મહત્વનું બની રહ્યું છે.

દક્ષિણ આફ્રિકાના પ્રતિનિધિએ ભારતના આયોજનની પ્રશંસા કરી

દક્ષિણ આફ્રિકાની યુનિપ્રો પ્રોટેક્ટિવ વેર સાથે સંકળાયેલા પુલેંગ પોર્ટિયા ન્ગકાગીસાંગે ભારતમાં પોતાના અનુભવ અંગે સકારાત્મક પ્રતિભાવ આપ્યો. તેમણે જણાવ્યું કે કાર્યક્રમ દરમિયાન તેમને એવી કેટલીક કંપનીઓ સાથે મુલાકાત કરવાની તક મળી છે, જેમની સાથે ભવિષ્યમાં સહયોગ થઈ શકે છે.

તેમના જણાવ્યા પ્રમાણે આ પ્રકારનો વ્યવસાયિક સહયોગ બંને પક્ષો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને તેઓ BRICS કાર્યક્રમના અનુભવથી ખુશ છે.

બેલારુસના વિદેશ મંત્રી સહિત વૈશ્વિક મહેમાનો દિલ્હી પહોંચ્યા

BRICS Summit 2026માં ભાગ લેવા માટે વિવિધ દેશોના પ્રતિનિધિઓ નવી દિલ્હી પહોંચી રહ્યા છે. બેલારુસના વિદેશ મંત્રી પણ સમિટ માટે દિલ્હી પહોંચ્યા છે. આ ઉપરાંત વિવિધ સભ્ય, ભાગીદાર અને આમંત્રિત દેશોના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળો ભારત આવ્યા છે.

WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ ભારત પહોંચ્યા

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ પણ BRICS Summit 2026 માટે ભારત પહોંચ્યા છે. તેમની હાજરી વૈશ્વિક આરોગ્ય સહયોગ, આરોગ્ય સુરક્ષા અને વિકાસ સંબંધિત ચર્ચાઓના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

#WATCH | Delhi: WHO Director-General Dr Tedros Adhanom Ghebreyesus arrives in India for the BRICS Summit 2026. pic.twitter.com/CDQxbmN1o4

— ANI (@ANI) September 11, 2026

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ માર્કોસ પણ ભારત પહોંચ્યા

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ રોમુઆલ્ડેઝ માર્કોસ પણ BRICS Summit 2026માં ભાગ લેવા માટે ભારત પહોંચ્યા છે. સમિટમાં BRICSના મૂળ સભ્યો ઉપરાંત ભાગીદાર અને આમંત્રિત દેશોની હાજરી સંગઠનના વધતા વૈશ્વિક પ્રભાવને દર્શાવે છે.

BRICS Summitમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સહયોગ પર ફોકસ

બે દિવસીય BRICS Summit દરમિયાન વૈશ્વિક અર્થવ્યવસ્થામાં બદલાતી પરિસ્થિતિ, વેપાર અને રોકાણ, ઊર્જા સુરક્ષા, ટકાઉ વિકાસ, નવીનતા, ટેક્નોલોજી અને બહુપક્ષીય સહયોગ જેવા મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહેવાની શક્યતા છે.

ખાસ કરીને વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની બેઠક તેમજ રશિયા સહિતના મહત્વપૂર્ણ BRICS ભાગીદારો સાથે ભારતની ચર્ચાઓ સમિટના રાજદ્વારી પરિણામોની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ભારતને વૈશ્વિક શિપ લીઝિંગ-ફાઇનાન્સિંગ હબ બનાવવાનો રોડમેપ, સર્બાનંદ સોનોવાલે બતાવ્યું વિઝન

રાજકોટમાં એક મુસ્લિમ મહિલા પ્રોફેસરે પતિ પર હિન્દુ યુવતી સાથે સંબંધના આક્ષેપ લગાવ્યા, ‘લવ જેહાદ’નો દાવો

BRICSના મંચ પરથી PM મોદીનો પાવરફુલ સંદેશ, કહ્યું- ‘અમારો અભિગમ સૌને સાથે લઈને ચાલવાનો’

ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં ₹1,848 કરોડના વિકાસકાર્યોની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પ્રિન્સ રહીમ આગા ખાન Vની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત

TAGGED: @india, 18th BRICS Summit, 18મી BRICS સમિટ, Bharat Mandapam BRICS Summit, Breaking news, BRICS 2026 Delhi, BRICS Business Forum, BRICS Countries, BRICS India 2026, BRICS Summit 2026, BRICS Summit 2026 India, BRICS Summit Delhi, BRICS Summit Gujarati News, BRICS Summit Latest News, BRICS Summit Live, BRICS બિઝનેસ ફોરમ, BRICS ભારત 2026, BRICS સમિટ 2026, BRICS સમિટ 2026 ભારત, BRICS સમિટ દિલ્હી, BRICS સમિટ લાઈવ, China India Meeting, CM Gujarat, Ferdinand Marcos India, Global Leaders in Delhi, gujarat, gujarati news, Hyderabad House Modi Meeting, india news, India-China relations, internationalnews, latest news, Modi Jinping Meeting 2026, Narendra Modi, Narendra Modi Xi Jinping Meeting, news channel in india, oneindianews, oneindianewscom, PM Modi BRICS Summit, PM Modi Latest News, PM મોદી BRICS સમિટ, Russia India Relations, top news, top news channel, topnewschannelinindia, Vladimir Putin India, WHO Tedros BRICS Summit, Xi Jinping India Visit, નરેન્દ્ર મોદી-શી જિનપિંગ મુલાકાત, ભારત, ભારત ચીન સંબંધો, ભારત મંડપમ BRICS સમિટ, મોદી-જિનપિંગ મુલાકાત 2026, વ્લાદિમીર પુતિન ભારત, શી જિનપિંગની ભારત મુલાકાત, હૈદરાબાદ હાઉસ મોદી મુલાકાત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 12, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 7к казино прямые трансляции игр
Next Article ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા હરીશ રાવતનો મોટો નિર્ણય, કોંગ્રેસના બે મહત્વના પદ છોડવાની જાહેરાત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Казино Ярд – игровые возможности и функции платформы онлайн-казино
સપ્ટેમ્બર 13, 2026
ભારતને વૈશ્વિક શિપ લીઝિંગ-ફાઇનાન્સિંગ હબ બનાવવાનો રોડમેપ, સર્બાનંદ સોનોવાલે બતાવ્યું વિઝન
Gandhinagar Gujarat સપ્ટેમ્બર 12, 2026
રાજકોટમાં એક મુસ્લિમ મહિલા પ્રોફેસરે પતિ પર હિન્દુ યુવતી સાથે સંબંધના આક્ષેપ લગાવ્યા, ‘લવ જેહાદ’નો દાવો
Gujarat Rajkot સપ્ટેમ્બર 12, 2026
BRICSના મંચ પરથી PM મોદીનો પાવરફુલ સંદેશ, કહ્યું- ‘અમારો અભિગમ સૌને સાથે લઈને ચાલવાનો’
Gujarat સપ્ટેમ્બર 12, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?