નેશનલ ક્રશ રશ્મિકા મંદાના માત્ર સાઉથ સિનેમામાં જ નહીં, પરંતુ હિન્દી સિનેમામાં પણ ખૂબ લોકપ્રિય બની છે. રશ્મિકા છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોનો ભાગ રહી છે. તે છેલ્લે રણબીર કપૂર સ્ટારર બ્લોકબસ્ટર ‘એનિમલ’માં જોવા મળી હતી. હવે રશ્મિકા અલ્લુ અર્જુન સ્ટારર પુષ્પાઃ ધ રૂલમાં જોવા મળશે.
આ દરમિયાન અભિનેત્રીનો એક વીડિયો ચર્ચામાં છે. આ વીડિયોમાં રશ્મિકા મંદાના અટલ સેતુ પુલના વખાણ કરતી જોવા મળી રહી છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. પીએમ એભિનેત્રીનો વીડિયો શેર કરી ગદગદ થઈ ગયા હતા.
PM મોદીએ રશ્મિકાની પ્રશંસા કરી હતી
રશ્મિકાના વીડિયોને શેર કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે તેઓ લોકોને જોડીને અને તેમનું જીવન સુધારીને સંતોષ મેળવે છે. વીડિયોમાં રશ્મિકા હાલમાં જ બનેલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર જોવા મળી રહી છે. હાર્બર લિંકને અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે. આ વીડિયોમાં રશ્મિકા અટલ સેતુના વખાણ કરી રહી છે. તેણી કહે છે- જ્યાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે 2 કલાક લેતા હતા, હવે તેઓ માત્ર 20 મિનિટમાં ત્યાં પહોંચી શકે છે.
https://x.com/iamRashmika/status/1791092104896069827
રશ્મિકાની પોસ્ટ વડાપ્રધાને શેર કરી
રશ્મિકા મંદાનાના આ વીડિયો અને પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, “ચોક્કસ!” “લોકોને જોડવા અને જીવનને વધુ સારું બનાવવા કરતાં વધુ સંતોષકારક કંઈ નથી.”
રશ્મિકા મંદાનાએ અટલ સેતુ પુલના વખાણ કર્યા
વીડિયોમાં રશ્મિકા મંદાનાએ આ વીડિયો તેના એક્સ હેન્ડલ પર શેર કર્યો હતો. વીડિયોમાં તે અટલ સેતુ પુલના વખાણ કરતી જોવા મળી રહી છે. બ્રિજની વિશેષતાઓ જણાવતા તેમણે એમ પણ કહ્યું કે આ સમુદ્ર પર બનેલો સૌથી લાંબો પુલ છે, જે 22 કિલોમીટરનો છે.
તે કહે છે- ‘કોઈએ તેના વિશે વિચાર્યું પણ ન હતું. આ એન્જિનિયરિંગનો ચમત્કાર છે. ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને કોઈ ગર્વ અનુભવે છે. આ વીડિયો શેર કરતી વખતે રશ્મિકાએ લખ્યું, “દક્ષિણ ભારતથી ઉત્તર ભારત સુધી… પશ્ચિમ ભારતથી પૂર્વ ભારત સુધી… લોકોને જોડવાનું, હૃદયને જોડવાનું! હેશટેગ માય ઈન્ડિયા.”