છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાંથી મોટી ખબર સામે આવી છે, જ્યાં એક સાથે 23 કટ્ટર નક્સલીઓએ આત્મસમર્પણ કરીને શસ્ત્ર ત્યાગ કર્યો છે. આ બધા નક્સલીઓ રાજ્ય સરકાર અને સુરક્ષા દળો દ્વારા લાંબા સમયથી વોન્ટેડ હતાં અને આ તમામના માથા પર કુલ ₹1.18 કરોડનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આત્મસમર્પણ કરનારાઓમાં 11 સિનિયર કેડરના નક્સલીઓ તેમજ ત્રણ દંપત્તિઓનો સમાવેશ થાય છે.
સુકમાના પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણેએ જણાવ્યું કે આ આત્મસમર્પણ સીનિયર પોલીસ અધિકારીઓ અને CRPF (કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ)ના અધિકારીઓની હાજરીમાં થયું હતું. આત્મસમર્પણ કરનારાઓમાં મોટા ભાગના નક્સલીઓ પિપલ્સ લિબરેશન ગુરિલા આર્મીની (PLGA) બટાલિયન નંબર-1માં સક્રિય હતા, જેને માઓવાદીઓનું સૌથી મજબૂત સૈન્ય સંગઠન માનવામાં આવે છે.
#WATCH | Sukma, Chhattisgarh: 23 Naxalites carrying a bounty of Rs 1.18 crore surrendered. The surrendered Naxalites include 14 men and nine women.
Sukma SP Kiran Chauhan says, "23 Naxalites have surrendered. All are hardcore Naxalites. They will be provided with facilities as… pic.twitter.com/tpLNwfuJxY
— ANI (@ANI) July 12, 2025
ચવ્હાણેના જણાવ્યા મુજબ, નક્સલીઓ પોકળ માઓવાદી વિચારધારા, પ્રસ્થાપિત લીડરોમાં વધતા આંતરિક વિખવાદો અને ખાસ કરીને નિર્દોષ આદિવાસીઓ પર કરવામાં આવતા અત્યાચારોથી અકળાઈને દળ છોડવા મજબૂર થયા છે. આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં કેટલાક જેમ કે લોકેશ ઉર્ફ પોડિયામ ભીમા, રમેશ ઉર્ફ કલમુ કેસા, કવાસી માસા, નુપ્પો ગંગી, પુનેમ દેવે અને દૂધી ભીમા જેવા કટ્ટર નક્સલીઓ સામેલ છે, જેમના માથા પર ₹8-8 લાખનું ઇનામ હતું. અન્ય ચાર પર ₹5-5 લાખ, એક પર ₹3 લાખ અને સાત પર ₹1-1 લાખનું ઇનામ હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, આ નક્સલીઓ આમદાઈ, જાગરગુંડા અને કેરલપાલ વિસ્તારની માઓવાદી સમિતિઓમાં સક્રિય હતા અને સુરક્ષા દળોની સતત કાર્યવાહી અને દબાણના કારણે હવે માઓવાદી તંત્ર નબળી પડતી જતી જોવા મળી રહી છે.
સરકારે આત્મસમર્પણ કરનારા તમામ નક્સલીઓને પ્રથમ તબક્કે ₹50,000ની નાણાકીય સહાય આપી છે અને હવે તેઓને સરકારી નીતિ મુજબ પુનર્વસન આપવામાં આવશે, જેમાં રોજગાર, વસવાટ માટેની સુવિધાઓ અને સામાજિક મુખ્યધારામાં જોડવા માટેના પ્રયાસોનો સમાવેશ થાય છે.
આ ઘટનાથી છત્તીસગઢમાં માઓવાદી વિમુખની સ્થિતિના ઝડપથી ધ્રૂસે થવાનો સંકેત મળે છે અને સુરક્ષા દળોની મજબૂત કામગીરી તથા રાજ્ય સરકારની પુનર્વસન નીતિને વધુ બળ મળ્યું છે.