ભાવનગર શહેરમા ધાર્મિક દબાણો હટાવવા બાબતે લોકો ગેરમાર્ગે દોરાય નહિ આથી એ બાબતે મ્યુનિસિપલ કમિશનર એન.વી.ઉપાધ્યાય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
ચાર દિવસ અગાઉ ભાવનગર દબાણ હટાવ સેલની દ્વારા ૩૮૩ શહેરના નાના મોટા ધાર્મિક સ્થળોને હટાવવામાં માટેની નોટીસ ફટકારી હતી જેને લાઈન લોકો ની ધાર્મિક લાગણીઓ દુભાઈ હતી .
મ્યુનિસિપલ કમિશનર એન.વી.ઉપાધ્યાયે જરૂરી સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, “ભાવનગર મહાનગરમાં આવેલા ધાર્મિક દબાણ બાબતે અમુક લોકો દ્વારા ગેરમાર્ગે દોરાય એવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. સરકારશની સૂચના મુજબ રેગ્યુલરાઇઝ થઈ શકે તેવા હોય તો તેવાં દબાણો રેગ્યુલરાઇઝ કરવાના છે, ત્યારબાદ તેમને અન્ય સ્થળે ફેરવી શકાતા હોય તો તેને રિલોકેટ કરવાના છે ત્યારબાદ અમુક ભાગ હટાવવાથી કે સાઇઝ નાની કરવાથી રસ્તા પર દબાણ દૂર થતું હોઈ તો તેને રેગ્યુલરાઇઝ કરવાના છે , અને બિલકુલ રસ્તા પર હોય અને અન્ય વિકલ્પ ન હોય તેને જ દૂર કરવાના છે. તેથી કોઈપણ સંપ્રદાયની લાગણી દુભાઈ નહીં તે માટે તમામ લોકો અને સંપ્રદાયને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવશે”.
બાઈટ : એન.વી.ઉપાધ્યાય , કમિશ્નર ભાવનગર મહાનગરપાલિકા