Skip to content
બુધવાર, ઓક્ટોબર 21, 2026 Ahmedabad 36°C

જામનગરમાં ખીજડિયા બાયપાસ નજીક કાર ભડભડ કરતી સળગી, 4 લોકોનો આબાદ બચાવ

જામનગરમાં ખીજડિયા બાયપાસ નજીક કાર ભડભડ કરતી સળગી, 4 લોકોનો આબાદ બચાવ

જામનગર-ખંભાળિયા હાઈવે પર શોર્ટ સર્કિટના કારણે એક ચાલુ કારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ખીજડિયા બાયપાસ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી કારમાં અચાનક ધુમાડા નીકળ્યા બાદ આગ ફાટી નીકળી હતી. સદનસીબે, કારમાં સવાર તમામ મુસાફરો સમયસૂચકતા વાપરી ઉતરી જતાં મોટી જાનહાનિ ટળી છે.

મળતી વિગતો અનુસાર, કારના માલિક ભીમશીભાઈ ગોજીયા સહિત કુલ ચાર વ્યક્તિઓ કારમાં સવાર થઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કારના એન્જિન ભાગમાં ઇલેક્ટ્રિક વાયરિંગમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં ધુમાડા નીકળવા લાગ્યા હતા. ખતરો પારખી ગયેલા ભીમશીભાઈ અને અન્ય ત્રણ સભ્યોએ તુરંત જ ચાલુ કાર ઊભી રાખી બહાર કૂદી ગયા હતા. જોતજોતામાં આગે આખી કારને લપેટમાં લઈ લીધી હતી અને કાર હાઈવે પર જ ભડભડ સળગવા લાગી હતી. આ દ્રશ્ય જોઈને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો પણ થંભી ગયા હતા.

ઘટનાની જાણ થતા જ જામનગર ફાયર બ્રિગેડની ટુકડી તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને થોડી જ વારમાં આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. જો કે, ફાયર ટીમ પહોંચે તે પહેલા કારનો મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો અને કારને ભારે નુકસાન પહોંચ્યું હતું.

પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ ઇલેક્ટ્રિક વાયરિંગમાં થયેલું શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે. હાઈવે પર બનેલી આ ઘટનાને કારણે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. પોલીસે પણ સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

Filed under Jamnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.