Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 29°C

ચકલાસી પોલીસે મોહળેલ ગામે મકાનના ગુપ્ત ભાગમાં સંતાડેલો ૪,૧૧,૬૦૦/- ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડાયો.

ચકલાસી પોલીસે મોહળેલ ગામે મકાનના ગુપ્ત ભાગમાં સંતાડેલો ૪,૧૧,૬૦૦/- ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડાયો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબીના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે અરર્વિદભાઈ ઉર્ફે જાફર અંદરસિંહ સોઢા પરમાર તથા તેનો દિકરો જયેશ અરવિંદભાઇ ઉર્ફે જાફર સોઢા પરમાર નાઓ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટના પરપ્રાંતનો દારૂ તથા બીયરનો જથ્થો રાખી ચોરી છુપીથી ખાનગી રાહે વેચાણ કરે છે. જે બાત ને હકીકત વાળી જગ્યા પર છે રેડ કરતા રેડ દરમિયાન પોતાના રહેણાંક મકાનમાં ગુપ્ત ભાગમાં ઇંગ્લિશ દારૂ સંતાડ્યો હતો. જેની કુલ કિંમત રૂપિયા ૪,૧૧,૬૦૦ સાથે લીસ્ટેડ બુટલેગર અરર્વિદભાઈ ઉર્ફે જાફર અંદરસિંહ સોઢા પરમાર તથા તેનો દિકરો જયેશ અરવિંદભાઇ ઉર્ફે જાફર સોઢા પરમાર વિરુદ્ધ આજરોજ સવારે 5 વાગ્યાના અરસામાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.