Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 27°C

આરોગ્ય વિભાગ દ્વારા ખેડા જિલ્લાના તાલુકા હેલ્થ અધિકારી અને મેડીકલ ઓફીસરનો ”એડલ્ટ બીસીજી વેકસીનેશન” નો જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજવામાં આવ્યો

આરોગ્ય વિભાગ દ્વારા ખેડા જિલ્લાના તાલુકા હેલ્થ અધિકારી અને મેડીકલ ઓફીસરનો ”એડલ્ટ બીસીજી વેકસીનેશન” નો જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજવામાં આવ્યો

આરોગ્ય વિભાગ દ્વારા ખેડા જિલ્લાના તાલુકા હેલ્થ અધિકારી અને મેડીકલ ઓફીસરનો ”એડલ્ટ બીસીજી વેકસીનેશન” નો જિલ્લા કક્ષાનો વર્કશોપ જિલ્લા પંચાયત નડિયાદ ખાતે યોજવામાં આવ્યો. આ વર્કશોપમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના નિષ્ણાત ડો.જયદીપ ઓઝા અને ડો.હાર્દિક નકશીવાલા તથા યુએનડીપી નિષ્ણાત ડો.ધર્મેશ ડોમડીયાએ ખાસ હાજર રહીને સમ્રગ કાર્યકમની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન થકી ઝીણવટભરી સમજુતી આપી અને આ કાર્યક્રમ કઈ રીતે “પ્રધાનમંત્રી ટી.બી.મુકત ભારત ને સાકાર કરવામાં મદદરૂપ થશે તેની માહિતિ આપી. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા અધિકારીશ્રી વી.એ.ધ્રુવે સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

આ પાયલોટ પ્રોજેકટ ખેડા, અરવલ્લી, નર્મદા અને પોરબંદર જિલ્લામાં હાથ ધરવામાં આવશે. જેના પરીણામોની સમીક્ષા બાદ બાકી રહેલ જિલ્લા માટેની પોલીસી બનશે. આ પાયલોટ પ્રોજેકટ હેઠળ ચોકકસ કાઇટેરીયામાં આવતા ૧૮ વર્ષથી ઉપરના તમામ નાગરિકો કે જેઓને છેલ્લા પ વર્ષમાં જેને ટી.બી. થયેલ હોય, ૬૦ વર્ષ થી વધુ વર્ષની ઉંમર હોય, ભુતકાળમાં ધુમ્રપાન કરેલ હોય કે હાલમાં કરતા હોય અથવા તો પોતે ધુમપાનની કબુલાત કરે, ૧ જાન્યુઆરી ૨૦૨૧ થી નિક્ષય પોર્ટલ પર નોંધાયેલ ટી.બીના દર્દીના નજીકના સંર્પક માં આવતા તમામ, ડાયબીટીશની બિમારી ધરાવતા હોય, જેનો બોડી માસ ઇન્ડેક્ષ (વજન ઉંચાઇ ગુણોતર) ૧૮ કરતા ઓછો હોય તેવા નાગરિકોને જમણા હાથે બીસીજી ની રસી આપવામાં આવશે. જેઓનું અગાઉથી રજીસ્ટેશન ભારત સરકારના આરોગ્ય વિભાગના પોર્ટલ TB-WIN પર કરવામાં આવશે. સેશનના સ્થળે સ્પોટ નોંધણી કરીને પણ રસી મૂકી આપવામાં આવશે.

નોંધનીય છે કે ટી.બી એ જાહેર આરોગ્ય ની સમસ્યા છે. જેને સર્વોતમ રાજકીય નિષ્ઠા,તથા વહીવટી નિષ્ઠા થકી ૨૦૨૫માં નાબુદ કરવા માટેનું વલણ અખત્યાર કરવામાં આવેલ છે. જે માટે જિલ્લા, તાલુકા અને પ્રા.આ.કે.ખાતેની એસબીસીસી ટીમ દ્વારા જનજાગૃતિ લાવવા માટે વિવિધ પ્રયાસ હાથ ધરવામાં આવશે અને લોકભાગીદારી માટે પ્રયાસો કરવામાં આવશે એમ જિલ્લા આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

 

 

રિપોર્ટર- કામાંક્ષી પ્રચેત મેહતા(નડિયાદ )

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.