તમિલનાડુ ના અરિયાલૂર જિલ્લાના વિરાગલુર ગામમાં આજે એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ (Fire in Firecracker Factory) લાગી છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયાના અહેવાલો મળી રહ્યા છે. આગના કારણે વિસ્ફોટોના અવાજથી આ વિસ્તાર ધણધણી ઊઠ્યો છે. ફેકટ્રીમાં ફટાકડાના કારણે સતત વિસ્ફોટો થતા બચાવ કામગીરીમાં પણ અવરોધ ઉભો થઈ રહ્યો છે. સૂચના મળતાં જ પોલીસની ટીમ પહોંચી ગઈ છે અને ફાયર બ્રિગડેના ઘણા ટેન્કરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ પુરજોશમાં રાહત-બચાવ કામગીરી પણ ચાલી રહી છે. મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલી ને મૃતકોના પરિવારજનો પ્રત્યે શોક વ્યક્ત કરી રોકડ રાહત આપવાની જાહેરાત કરી છે. હાલ આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
#WATCH | Explosion in a firecrackers godown in Viragalur of Ariyalur district in Tamil Nadu; Police say seven people dead in the incident pic.twitter.com/AODekTlObi
— ANI (@ANI) October 9, 2023
મુખ્યમંત્રીએ સહાય જાહેર કરી
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તંજાવુર મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં પાંચ ઈજાગ્રસ્તોને દાખલ કરાયા છે. હાલ પુરજોશમાં બચાવ અને રાહત અભિયાન ચાલી રહ્યું છે. કેબિનેટ સહયોગીઓ એસ.એસ.શિવશંકર અને સી.વી.ગણેશન પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને ત્રણ-ત્રણ લાખ રૂપિયા, ગંભીર ઈજાગ્રસ્તોને એક લાખ રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.