click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: હુરુન યાદીમાં 94 નવા અબજપતિ, 300 ભારતીય પરિવારનો દૈનિક ₹7,100 કરોડ વેપાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > હુરુન યાદીમાં 94 નવા અબજપતિ, 300 ભારતીય પરિવારનો દૈનિક ₹7,100 કરોડ વેપાર
Gujarat

હુરુન યાદીમાં 94 નવા અબજપતિ, 300 ભારતીય પરિવારનો દૈનિક ₹7,100 કરોડ વેપાર

ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દેશમાં અબજોપતિઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

Last updated: 2025/08/13 at 2:32 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, અને સાથે સાથે અબજોપતિ પરિવારોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. બાર્કલેઝ પ્રાઇવેટ ક્લાયન્ટ્સ-હુરુન ઈન્ડિયા 2025ની તાજી રિપોર્ટ અનુસાર, આ વર્ષે યાદીમાં 94 નવા અબજોપતિ પરિવારો જોડાયા છે, જ્યારે કુલ 300 પરિવારોની સંયુક્ત સંપત્તિ 134 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ સંપત્તિ તુર્કીયે અને ફિનલેન્ડની સંયુક્ત જીડીપી કરતાં પણ વધુ છે. સરેરાશ દૈનિક વેપાર 7,100 કરોડ રૂપિયા છે. માત્ર ટોચના 10 પરિવારોની કુલ વેલ્યુ 40.4 લાખ કરોડ છે, જે ગયા વર્ષની સરખામણીએ 4.6 લાખ કરોડનો વધારો દર્શાવે છે.

સતત બીજા વર્ષે, અંબાણી પરિવાર યાદીમાં નંબર-1 પર રહ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિકીની કુલ વેલ્યુ 28.2 લાખ કરોડ રૂપિયા છે. તેમના બાદ કુમાર મંગલમ બિરલા પરિવાર 6.5 લાખ કરોડ સાથે બીજા ક્રમે અને જિન્દાલ પરિવાર 5.7 લાખ કરોડ સાથે ત્રીજા ક્રમે છે. પહેલી પેઢીના સૌથી મૂલ્યવાન બિઝનેસમાં અદાણી પરિવાર 14 લાખ કરોડ સાથે ટોચ પર છે, જ્યારે પૂનાવાલા પરિવાર 2.3 લાખ કરોડ સાથે બીજા સ્થાને છે. 93 વર્ષના કનૈયાલાલ માણેકલાલ શેઠ, ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગના પ્રમુખ, યાદીમાં સૌથી વૃદ્ધ સક્રિય બિઝનેસ લીડર છે.

યાદીમાં સૌથી વધુ બીજી પેઢીના 227 ઔદ્યોગિક પરિવારો છે, જ્યારે ત્રીજી પેઢીના 50 અને ચોથી પેઢીના 18 પરિવારોનો સમાવેશ થાય છે. સૌથી જૂના ઔદ્યોગિક વાડિયા પરિવારની વેલ્યુ 1.58 લાખ કરોડ છે. બાર્કલે પ્રાઇવેટ બેન્કના એશિયા પેસિફિક વડા નીતિન સિંહના જણાવ્યા મુજબ, આગામી પાંચ વર્ષમાં અંદાજે 130 લાખ કરોડની સંપત્તિ એક પેઢીથી બીજી પેઢીને ટ્રાન્સફર થશે, જે ભારતના ઈતિહાસમાં સૌથી મોટું સંપત્તિ હસ્તાંતરણ ગણાશે. હાલ 71 પરિવારો પોતાની અલગ પારિવારિક ઓફિસ ચલાવે છે, જેથી ધન અને બિઝનેસનું અસરકારક સંચાલન કરી શકાય.

આ પરિવારો દેશની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે — માત્ર ગયા વર્ષે જ ટોચના 300 પરિવારો દ્વારા 1.8 લાખ કરોડ રૂપિયા ટેક્સ ચુકવાયો અને 20 લાખથી વધુ લોકોને રોજગારી આપવામાં આવી, જે બહેરીનની કુલ વસ્તી કરતાં પણ વધુ છે. યાદીમાં ટોચના 10માં પ્રવેશવા માટે ઓછામાં ઓછી 2.2 લાખ કરોડની વેલ્યુ જરૂરી છે, જે ગયા વર્ષ કરતાં 18,700 કરોડ વધુ છે. ટોપ-50 માટે 54,700 કરોડ અને ટોપ-200 માટે 4,600 કરોડની લિમિટ છે.

ઓટોમોબાઈલ અને ઓટો પાર્ટ્‌સ બનાવતા સેક્ટર વેલ્યુની બાબતમાં સૌથી આગળ છે. આ સેક્ટરની દરેક કંપનીનું સરેરાશ મૂલ્ય 52,320 કરોડ છે. ફાર્મા સેક્ટરમાં 25 કંપનીઓની સરેરાશ વેલ્યુ 41,000 કરોડથી વધુ છે. આ યાદીમાં 74 ટકા કંપનીઓના શેર બજારમાં લિસ્ટેડ છે. 62 કંપનીઓમાં પ્રોફેશનલ સીઈઓ એટલે કે પરિવારથી બહારના લોકો કંપનીનું કામકાજ સંભાળી રહ્યા છે જ્યારે 22 કંપનીઓનું સુકાન મહિલાઓના હાથમાં છે. હલ્દીરામ 85,800 કરોડની વેલ્યુ સાથે સતત બીજા વર્ષે ભારતની સૌથી મોટી અનલિસ્ટેડ કંપની છે.

  • રિચ લિસ્ટના 161 પરિવારોની સંપિત્તિ એક અબજ ડોલરથી વધુ
  • રિચ લિસ્ટમાં સામેલ 89 ટકા કંપનીઓ મેન્યુફેક્ચરિંગ, જ્યારે 11 ટકા સર્વિસ સેક્ટરમાં કાર્યરત છે.
  • 40 ટકા કંપનીઓ ગ્રાહક સેક્ટરમાં, 49 ટકા બીટુબીમાં જ્યારે 11 ટકા કંપનીઓ બંને સેક્ટરમાં કામ કરે છે.
  • રિચ લિસ્ટમાં સામેલ ધનકૂબેર પરિવારો 45 શહેરોમાં વસે છે, જેમાં મુંબઈ 91 પરિવારો સાથે ટોચ પર છે. ત્યાર બાદ એનસીઆરમાં 62 અને કોલકાતામાં 25 પરિવારો વસે છે.
  • ઓટોમોબાઈલ અને ઓટો પાર્ટ્‌સ સેક્ટરની 29 કંપનીઓનું સરેરાશ મૂલ્ય 52,320  કરોડ સૌથી વધુ છે
  • 22 કંપનીઓનું નેતૃત્વ મહિલાઓના હાથમાં, ગયા વર્ષે 15 કંપનીઓનું સંચાલન મહિલાઓ કરતી હતી.
  • વાડિયા પરિવાર 1.58 લાખ કરોડ સાથે રિચ લિસ્ટમાં સૌથી જૂનો ઔદ્યોગિક પરિવાર.
  • શેરના ભાવમાં સૌથી વધુ ઊછાળો અનિલ ગુપ્તા પરિવાર (1116 ગણો), બેનૂ બાંગુર પરિવાર (627 ગણો) અને ધર્મપાલ અગ્રવાલ પરિવાર (427 ગણો)માં થયો છે.
  • ટોપ-10માં સ્થાન મેળવવા ઓછામાં ઓછા 2.2 લાખ કરોડની વેલ્યુ જરૂરી, જે ગયા વર્ષ કરતાં 18,700 કરોડ વધુ છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU

મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત

મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો

કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા પર રોકનો આરોપ! ડભોઈના સરદાર બાગમાં ભડક્યો રોષ

TAGGED: @india, ambani family, billionaires, Billionaires rise in India, Breaking news, families trade, gujarati news, Hurun list, Indian billionaires, latest news, news channel in india, oneindianews, share market, top news, અબજોપતિઓની સંપત્તિ, બાર્કલેઝ પ્રાઇવેટ ક્લાયન્ટ્સ-હુરુન ઈન્ડિયા 2025, ભારત, ભારતીય અર્થતંત્ર, હુરુન ઈન્ડિયા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 13, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જમ્મુ-કાશ્મીરમાં LoC પર ‘ઑપરેશનલ ડ્યુટી’ દરમિયાન એક જવાન વીરગતિને પ્રાપ્ત
Next Article 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદની બિડને IOAની મંજૂરી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU
Ahmedabad Gujarat જુલાઇ 4, 2026
મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત
Gujarat Morbi જુલાઇ 4, 2026
મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર
Gujarat જુલાઇ 4, 2026
રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો
Gujarat Rajkot જુલાઇ 4, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?